‘મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં…’: -પતિના ત્રાસથી કંટાળીને હાથ પર સુસાઇડ નોટ લખીને પત્નીએ ટૂંકાવ્યું જીવન 

Published on: 7:03 pm, Fri, 27 January 23

ગુજરાત રાજ્યના સુરત શહેર માંથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. દિવસેને દિવસે આપઘાતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતમાં કંટાળીને લોકો ન ભરવાનું પગલું ભરે છે અને ભોગવવુ તેમના પરિવારને પડે છે. સુરતમાં આવેલા લિંબાયતના પર્વત ગામ વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો અને પોતાનું જીવન ટુકાવ્યું હતું.

આપઘાત કરતા પહેલા પરણીતા એ પોતાના ડાબા હાથમાં સુસાઇડ નોટ લખી હતી. પરણીતા એ આપઘાત પહેલા પોતાના ડાબા હાથમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મારો પતિ મને ખૂબ જ હેરાન કરે છે, ત્રાસ આપે છે.’ મૃતક પરણીતાના પરિવારજનોએ પતી વિરોધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

વધુ એક પરણીતા માટે ઘર કંકાસ મોતનું કારણ બન્યું છે. આ પરિણીતાના આપ્ઘ્તનું કારણ તેના પતિનો ત્રાસ હતો. પતિના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પત્નીએ આપઘાત પહેલા પતિના તમામ ત્રાસ વિષે ડાબા હાથમાં લખેલી સુસાઇડનોટમાં લખ્યું હતું. આ સુસાઇડનોટ હિન્દી ભાષામાં લખવામાં આવી હતી.

આ આપઘાતથી બે માસુમ બાળકોની માતા છીનવાય ગઈ છે. ડોરડા ગામમાં રહેતા પ્રવીણના લગ્ન તેના ગામ પાસે આવેલા ઝારખંડના વતની સીતા સાથે થયા હતા. લગ્ન બાદ સીતા અને પ્રવીણ સુરતના લિંબાયતમાં રહેવા આવી ગયા હતા. સીતા અને પ્રવીણને સંતાનમાં એક દીકરો અને દીકરી છે, પ્રવીણ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરતો હતો.

મેળેલી માહિતી અનુસાર  પ્રવીણ તેની પત્નીને અવારનવાર મહેનટોણા મારતો હતો કે દહેજમાં કશું આપ્યું નથી. એક વાર સીતાના માતા અને ભાઈ દીકરીને હાલ ચાલ પૂછવામાટે સુરત આવ્યા હતા. ત્યારે પ્રવીણ સીતા સાથે ઝઘડો કર્યો હતો. તેને કહ્યું કે તારી માતા અને ભાઈને કેમ અહીંયા બોલાવ્યા છે.

પ્રવીણે અડધી રાતે સીતાના ભાઈ સાથે મારામારી કરી હતી અને તેના સાસુ અને શાળાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પ્રવીણે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી હતી. પ્રવીણ પત્નીને ઘરની બહાર પણ નહોતો નીકળવા દેતો. બહાર કોઈ સાથે વાતચીત પણ કરવા દેતો ન હતો.

વર્ષ 2022માં સીતા કંટાળીને બાળકોને લઈને વતન પિતાના ઘરે વહી ગઈ હતી. પત્ની ત્યાં એક મહિનો રોકાય હતી. ત્યારે પતિએ સાળાના ઘરે જઈને ઝઘડો કર્યો હતો. ત્યારે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ સમાધાન થયું હતું. બાદમાં પત્ની તેના બાળકોને લઈને ફરીથી સુરત પરત ફરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…