કરોડોની સંપત્તિ હોવા છતાં સુરતના પ્રખ્યાત બિઝનેસમેન સવજીભાઈએ પોતાના દીકરા-દીકરીના સાદાઈથી કર્યા લગ્ન

169
Published on: 9:49 pm, Thu, 9 September 21

આજના મોંઘવારીનાં સમયમાં દીકરા-દીકરીના લગ્ન કરવા એટલે એકબીજા માટે દેખાવો કરવાનો પ્રસંગ બનતો જઈ રહ્યો છે ત્યારે લગ્નમાં દેખાદેખીમાં લોકો લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. આજથી 2 વર્ષ અગાઉ રાજ્યના સુરત શહેરમાં યોજાયેલ એક લગ્નએ સમગ્ર સમાજને રાહ ચિંધી હતી.

સુરતના પ્રખ્યાત બિઝનેસમેન સવજીભાઈ વેકિરિયાએ તેમના દીકરા-દીકરીના લગ્ન એકદમ સાદાઈથી કર્યા હતા. ફક્ત આટલું જ નહીં તેમણે દીકરીને કરિયાવરમાં તેની ઉંચાઈ જેટલાં પુસ્તકો આપ્યા હતા. આની સાથે જ પુત્રવધૂને પણ છાબમાં પુસ્તકો આપ્યા હતા.

આટલું જ નહીં આની સાથોસાથ 5 સેવાભાવી સંસ્થાઓને 21,000 રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું. કરોડપતિ બિઝનેસમેન સવજીભાઈ વેકરિયાએ બિનજરૂરી ખર્ચ તેમજ દેખાડો ન કરીને દીકરા સિધ્ધાંત તથા દીકરી સુભદ્રાના આર્ય સમાજની વિધીથી લગ્ન કરવામાં આવ્યા હતા.

લગ્નની છાબમાં સોના-ચાંદીના ઘરેણાંને બદલે દીકરી-વહુની ઉંચાઈ જેટલાં પુસ્તકો ભેટમાં અપાયા હતા તેમજ શહેરની 5 જેટલી સેવાભાવી સંસ્થાઓને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. સમાજમાં તેમજ ખાસ કરીને તો સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં દર વર્ષે 500થી વધારે સમૂહ લગ્નનું આયોજન કરી સાદગીનો રાહ ચીંધતા સવજીભાઈએ પોતાના ઘરે પ્રસંગ આવ્યો ત્યારે સાદગીની ભાવના જાળવી રાખી હતી.

સવજી વેકરિયા જણાવે છે કે, લગ્ન સમારોહની પાછળ કરવામાં આવતા મોટા બિનજરૂરી આર્થિક ખર્ચને બદલે સમાજ માટે કશું સારું શુ કરી શકાય એના માટે વિચારમંથન પરિવારની સાથે ચાલુ હતો. દીકરીને તેમની ઉંચાઈ જેટલા જ પુસ્તકો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આની સાથે સેવાભાવી સંસ્થાઓને સારા કાર્ય માટે પ્રોત્સાહન બળ પૂરુ પાડવા કુલ 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. મુળ અમેરેલીના રફાળા ગામના તેમજ હાલ સુરતમાં બિઝનેસમેન સવજીભાઈ વેકરિયા તેની સેવાકીય પ્રવૃત્તિ માટે પ્રખ્યાત બન્યા છે.

તેમણે દીકરા-દીકરીના લગ્ન એકદમ સાદાઈથી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આર્યસમાજની વિધી પ્રમાણે વૈદિક પરંપરાથી કરાયેલ લગ્નમાં ફક્ત પાસેના સ્નેહજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સવજીભાઈ વેકરિયા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ પણ છે. તેમણે 2 વર્ષ અગાઉ પોતાના મૂળ વતન રફાળા ગામની કાયાપલટ કરી નાંખી હતી. આની સાથે એમણે 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ‘ગોલ્ડન વિલેજ’ બનાવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…