આ ફૂલની ખેતીમાંથી બમ્પર કમાણી કરીને ખેડૂતભાઈઓ પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે ઉજ્જવળ

183
Published on: 2:37 pm, Sun, 5 September 21

ખેતીમાંથી થઈ રહેલ મબલખ કમાણીને જોતા મોટાભાગના લોકો ખેતી બાજુ વળ્યા છે ત્યારે હાલમાં ખેતીમાં ઉપયોગી એવી જાણકારી સામે આવી છે. ઝારખંડમાં છેલ્લા થોડા સમયથી મોટાપાયે ફૂલોની ખેતી થઈ રહી છે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેડુતો ગલગોટા, ગુલાબ, જર્બેરા તથા ગ્લેડિયોલસ જેવા ફૂલોની ખેતી કરી રહ્યા છે.

આની સાથે-સાથે ખુબ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. ઝારખંડનું હવામાન પણ ફૂલની ખેતી માટે યોગ્ય માનવામાં આવે છે. ખાસ કરીને તો રાંચીનું હવામાન ગુલાબ માટે ખૂબ સારું માનવામાં આવે છે. આવો જ એક ખેડૂત રાંચી જિલ્લામાં આવેલ મંદાર પ્રખંડના ચુંદ ગામમાં એક એવો ખેડૂત કમાન્ડો ઉરાંવ કે, જે ફૂલની ખેતીમાંથી ખુબ સારી કમાણી કરે છે.

કમાન્ડો ઉરાંવ એક ખેડૂત પરિવારમાંથી છે કે, જેઓ બાળપણથી જ ઘરમાં ખેતીનું વાતાવરણ જોયું હતું. તેના પિતા-માતા બંને ખેતમજૂરી કરતા હતા. ખેતમજૂરી આજીવિકાનો એકમાત્ર સ્રોત હતો. ઘરમાં શાકભાજી તથા પાકની ખેતી કરવામાં આવતી હતી. જયારે કમાન્ડોએ તેમના પૂર્વજોએ કરેલ ખેતીના વલણને બદલ્યું તેમજ ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

કમાન્ડો જણાવે છે કે, ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેણે ફૂલની સજાવટ કરવાની શરૂઆત કરી હતી. ફલગ્ન સમારોહ સહિત અન્ય મોટી ઇવેન્ટ્સમાં ફૂલના ડેકોરેશનનું કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઝારખંડમાં ફૂલોની માંગ ખુબ વધુ છે પણ તેનું ઉત્પાદન થતું નથી.

વર્ષ 2015 થી તેણે જાતે જ ફૂલોની ખેતી કરવાનું મન બનાવી લીધું હતું તેમજ કોઈ વિશેષ પ્રશિક્ષણ વગર ફૂલોની ખેતીની શરૂઆત કરી હતી. તેઓ જણાવે છે કે, તેમણે ફૂલોના વાવેતર માટે કોઈ તાલીમ લીધી નથી. તેણે જે કંઈપણ શીખ્યા છે. તેઓ જાતે ખેતી કરીને શીખ્યા છે.

તેણે સૌપ્રથમવાર માત્ર 100 છોડની સાથે ખેતીની શરૂઆત કરી હતી. સૌપ્રથમવાર પરિણામ ખૂબ સારું આવ્યું હતું. ત્યારબાદ તેણે 2,000 રોપાઓ રોપ્યા હતા. ત્યારબાદ 5,000 આ રીતે કમાન્ડો ફૂલોની ખેતીમાં આગળ વધ્યા હતા. હવે કમાન્ડો અન્ય લોકોને તાલીમ આપી રહ્યા છે.

ગલગોટાના વાવેતરનો ખર્ચ ઓછો છે તેમજ નફો પણ ખુબ સારો છે. કમાન્ડો જણાવે છે કે, વટાણા, ટામેટા જેવા શાકભાજીમાંથી ફક્ત 2-3 વાર શાકભાજી લઈને ખેડુત શાકભાજી વેચી શકે છે પણ ગેંદાના ફૂલોનો છોડ એવો છે કે, તમે તેનાથી 10 વારથી વધારે ફૂલો લગાવી શકો છો.

આ રીતે, આ ખેતીમાં ખુબ લાભ થાય છે. તેની વિશેષતા એ છે કે, તે રોપ હોય છે ત્યાં સુધી ફૂલ ખીલે છે. જો કે, સૌપ્રથમવાર ફૂલ તોડયા બાદ કર્યા પછી ફૂલ વધારે છે પણ તેમનું કદ નાનું થઈ જતું હોય છે. એકવખત ફૂલ વાવેતર થયા બાદ, ફૂલ તોડયા પછી 4 મહિના સુધી કરી શકાય છે.

ઝારખંડમાં ગેંદા ફૂલોને વરસાદની સીઝનમાં ખુબ સારા ભાવ મળે છે. કારણ કે, આ સિઝનમાં કોલકાતાથી ફૂલો મળતા નથી. ઝારખંડમાં મોટાભાગના ફૂલો હજુ પણ બંગાળથી આયાત કરવામાં આવે છે. કમાન્ડો જણાવે છે કે, ગલગોટા ફૂલના 10,000 છોડ રોપીને લાખ રૂપિયાની કમાણી થાય છે.

કમાડો ઉરાંવ જણાવે છે કે, ફૂલોના વાવેતર કરવા માટે ફૂલનો છોડ રોપતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે, છોડથી છોડ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 1 ફૂટનું હોવું જોઈએ તેમજ લાઇનથી લીટી અંતર ઓછામાં ઓછું 2 ફૂટ હોવું જોઈએ. જૈવિક પદ્ધતિ મારફતે પણ ખેડુતો આ કરી શકે છે. ગેંદા ફૂલની ખેતી વર્ષ દરમિયાન કરવામાં આવે છે, માત્ર આની માટે પાણીની ઉપલબ્ધતા હોવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…