ખોડિયાર માતાના મંદિરમાં સ્થિત આ ચમત્કારિક કુવાનું પાણી પિતા જ દુર થઇ જાય છે અનેક બીમારીઓ

197
Published on: 11:00 am, Mon, 29 November 21

ભારત દેશ દેવી દેવતાઓનો દેશ ગણાય છે. ભારતનાં કરોડો દેવીદેવતાઓએ જન્મ લીધો છે. ભારતમાં સેંકડો ચમત્કારિક મંદિરો છે. દેશના કરોડો શ્રદ્ધાળુઓ પોતાના ભગવાનના ચમત્કારો અને પરચા ઉપર વિશ્વાસ રાખીને તેમની પૂજા-અર્ચના કરે છે. હાલ આવું જ એક ખોડીયાર મંદિર કે જ્યાં સ્થિત કુવાનું પાણી પીતા અનેક બીમારીઓ ચપટી વગાડતાં જ ગાયબ થઈ જાય છે.

કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સબૂતની જરૂર હોતી નથી. એવું જ સેંકડો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલું આ ખોડિયાર માતાનું ચમત્કારિક મંદિરની વાત અંહિયા થઈ રહી છે કે, જ્યાં હાજર એક ચમત્કારિક કુવાનું પાણી પીવાથી પેટની દરેક બિમારીઓ રાતોરાત દૂર થઈ જાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ વાત કરીએ તો આ વાતના કોઈ પુરાવાઓ નથી પરંતુ લાખો લોકોની શ્રદ્ધા આ ચમત્કારને માતાજીના આશીર્વાદ માને છે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં એક ચમત્કારી કૂવો પણ છે. લોકોનું માનવું છે કે આ કુવાનું પાણી પીવાથી પેટની દરેક બિમારીઓ ચપટી વગાડતા જ દૂર થઈ જાય છે. ખોડલ માતાના મંદિર ના મંદિરમાં આવેલા આ ચમત્કારી કુવા નું મહત્વ ખુબ જ છે. નાનકડા ગામના આ મંદિરમાં દર પૂનમે મેળા જેવો માહોલ દેખાય આવે છે.

આ મંદિરમાં પ્રસાદી આપવા દર પૂર્વે અલગ અલગ દાતાઓ હોય છે. મહિનાઓ પહેલા આ મંદિરમાં દાતા બનવા માટે શ્રદ્ધાળુઓને બુકિંગ કરાવવું પડે છે. અહીંના લોકોનું માનવું છે કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે અને અવાર-નવાર આ મંદિરમાં માતાજી પોતાના પરચા બતાવે છે. દેશ વિદેશથી ભકતો આ ખોડીયાર માતાજી દર્શને આવે છે અને ચમત્કારી કુવાનું પાણી પ્રસાદીરૂપે પીવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…