
ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આની સાથે જ એને કામધેનુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાયનો શાશ્વત મહિમા આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. આ જ કારણ છે કે, ગાયના દૂધથી લઈને તેના મૂત્ર અને છાણને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો? ગૌમૂત્રમાં આવા ઔષધીય ગુણો જોવા મળે છે કે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો આ લેખમાં તમને ગૌમૂત્રના ફાયદાઓ વિશે જણાવીએ…
ગૌમૂત્ર પીવાથી થતા ફાયદા:
જો તમને સાંધાનો દુ:ખાવો હોય તો તમે ગૌમૂત્રમાં એક ગ્રામ સૂકા આદુ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો, આમ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. ગૌમૂત્રનો ઉપયોગ શરીરને ચેપથી બચાવવા માટે પણ થઈ શકે છે. ગૌમૂત્રમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ હોય છે.
ગૌમૂત્રનો ઉપયોગ ગળાના દુખાવા અને અન્ય પ્રકારના ગળાના ચેપની સારવારમાં થાય છે. દાંતને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે ગૌમૂત્રનો ઉપયોગ ફાયદાકારક છે. જો તમને પાયોરિયા અથવા દાંતમાં દુખાવો હોય તો તમારે ગૌમૂત્ર પીવું જોઈએ. એનાથી દાંતની સમસ્યાઓથી છુટકારો મળશે.
આની સાથોસાથ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગૌમૂત્રનો ઉપયોગ ફાયદાકારક છે. ગૌમૂત્રમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે કે, જે શરીરના રોગનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો તમને શરીરમાં ક્યાંક ઈજા થઈ હોય તો તે ઈજાને ગૌમૂત્રથી ધોવાથી ઊંડા ઘા જલ્દી રૂઝાઈ જાય છે.
વાસ્તવમાં, ગૌમૂત્ર પેશીઓ બનાવવામાં મદદરૂપ થાય છે. ગૌમૂત્ર કમળાના દર્દીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે તેમજ એને પીવાથી આ રોગ જલ્દી ઠીક થઈ જાય છે. કમળાના દર્દીએ સતત 15 દિવસ સુધી ગૌમૂત્રમાં ફટકડી નાખીને સેવન કરવું જોઈએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…