શેરીએ-શેરીએ કચરું વીણી પાંચ રૂપિયા કમાતા મંજુલાબેન આજે કરી રહ્યા છે કરોડોનું ટર્નઓવર

504
Published on: 2:58 pm, Thu, 9 December 21

ઘણા એવા લોકો છે, કે જેમની રાતોરાત કિસ્મત ચમકી હોય અને કરોડપતિ બન્યા હોય. આજે એક એવા જ મહિલાની વાત કરવાના છીએ કે જેઓ સોસાયટી સોસાયટી માં જઈને કચરો કાઢતા હતા અને પાંચ રૂપિયા કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક દિવસ એવો ચમત્કાર સર્જાયો કે આજે આ મહિલા કરોડોનો બિઝનેસ સંભાળી રહ્યા છે.

મંજુલાબેન વાઘેલા આખો દિવસ સોસાયટી શેરીઓના રસ્તાઓ પર પડેલો કચરો વીણતા હતા. આખો દિવસ ની કાળી મજૂરી કર્યા બાદ ભેગો થયેલો કચરો વેચીને મંજુલાબેન ફક્ત પાંચ રૂપિયા કમાતા હતા. અને આજ પાંચ રૂપિયાથી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તમે વિચારશો કે એવું તો શું થયું કે રાતોરાત આ મહિલા કરોડોના માલિક થઈ ગયા? તો તમને જણાવી દઈએ કે, આ કોઈ ચમત્કાર નથી. પરંતુ સખત મહેનતના કારણે આ શક્ય થયું છે. મંજુલાબેનના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી, તેમ છતાં મંજુલાબેનએ દરેક મુશ્કેલીઓનો સામનો કરી ધંધો ઊભો કર્યો હતો.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન ના પ્રથમ ક્લાઈન્ટ બની મંજુલાબેને પોતાનું ઉજ્વળ ભવિષ્ય લખી નાખ્યું હતું. મંજુલાબેને વિવિધ સંસ્થાઓમાં અને વિવિધ ઘરોમાં તેમની સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું. સફાઈ સેવા સાથોસાથ મંજુલાબેન તેમના દીકરાને પણ પૂરતું ધ્યાન રાખતા હતા. એકના એક દીકરાના દરેક સપના પુરા કરવા મંજુલાબેને રૂપિયા પણ ભેગા કરી લીધા હતા. દીકરાને ડોક્ટર બનાવવા મંજુલાબેન બનતા પ્રયાસો કરવા તૈયાર હતા.

તમને જણાવી દઈએ કે, એક સમયે પાંચ રૂપિયાની કમાણી કરી ગુજરાત ચલાવનારા મંજુલાબેન આજે એક કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે. સાથોસાથ ક્લીનર્સ કો-ઓપરેટીવના પ્રમુખ તરીકેની પણ ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 45 જેટલી સંસ્થાઓ અને મંડળીઓને સફાઈ અને ઘર સંભાળવાની સુવિધાઓ પૂરી પાડનાર મંજુલાબેને વિક્રમ સર્જ્યો હતો. તમને જણાવી દઈએ કે, જો મંજુલાબેન પણ નસીબના ભરોસે બેઠા રહ્યા હોત તો આજે પણ એ જ કામ કરતા હોત, પરંતુ તેઓએ આવનારી દરેક મુશ્કેલીઓનો સામનો કરી ધંધો શરૂ રાખ્યો અને આજે સફળતા હાંસલ કરી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…