મેઘરાજાએ વેર્યો વિનાશ – જગતના તાતના હાલ થયા બેહાલ, કપાસ-મગફળીના ખેતરો બેટમાં ફેરવાયા- જુઓ LIVE વિડીયો

177
Published on: 12:24 pm, Sat, 2 October 21

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ઘુસી વળ્યા છે કે, જેને કારણે ખેતરોમાં ઉભો થયેલ તૈયાર પાક ધીવાઈ ગયો છે. જગતના તાતને માથે ચિંતાના વાદળો ફરી વળ્યા છે તેમજ વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં આવેલ ઘેડ પંથકમાં માણાવદર તાલુકાનાં ઓઝત નદીના પાણી ફરી વળતા કેટકેટલાય ગામોમાં ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે. થોડા સમય અગાઉ જ ઓઝત નદીમાં આવેલા પૂરને લીધે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું.

ત્યારપછી ફરી એકવખત ઓઝતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક તેમજ જમીનને ખુબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે હાલમાં આ પંથકની પરીસ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

ઘેડ પંથકમાં ઓજતના પાણીને લીધે જમીન ત્યાં જળની સ્થિતિ!
જૂનાગઢમાં આવેલ ઘેડ પંથકમાં માણાવદર તાલુકામાં આવેલ કેટલાક ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે, જેમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળતા ખેતરોમાં કપાસ તથા મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાની ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતોની ખુબ સારા પાકની આશા પર પાણી ફેરવી દીધા છે.

ઓઝત નદીના પાણીએ ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું:
ગઈકાલે ગીરનાર પર્વત તથા જૂનાગઢ જિલ્લામાં પડેલ અતિભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થઈ છલકાઈ જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં માણાવદર પંથકમાં આવેલ ઓઝત નદી ગાંડીતૂર બનીને રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું છે. થોડા સમય અગાઉ જ આ પંથકમાં ઘોડાપૂર આવતા હજારો એકર ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું.

કયા-કયા ગામમાં ઓઝતના પાણી ફરી વળ્યા?
આજે ફરી એકવખત ઓઝત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં પંથકના પીપલાણા, આંબલીયા, કોયલાણા, મટીયાણા, બાલાગામ, બામણાસા પાદરડી સહિત સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું છે ત્યારે આ પંથકમાં મુખ્યત્વે કપાસ-મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…