જીવનમાં સેકંડો મુશ્કેલી આવી હોવા છતાં હિંમત હાર્યા વિના રવિભાઈએ શરુ કર્યું કામ- અનેક લોકો માટે બન્યા પ્રેરણારૂપ

112
Published on: 10:16 am, Sat, 30 October 21

ઉતાર-ચઢાવ તો તમામ લોકોના જીવનમાં આવતા રહેતા જ હોય છે. આવા સમયે કેટલાક લોકો હિંમત હારી જતા રહેતા હોય છે સાથે જ તેઓ જીવનની દોડધામમાં હારી જતા હોય છે. જયારે આવા જ વ્યક્તિઓ મુશ્કેલ સમયમાં પણ હિંમત હારતા નથી તેમજ સખત મહેનત કરતા રહે છે.

આવા લોકોને જીવનમાં સફળતા એક દિવસ અવશ્યપણે મળટી જ હોય છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ છે કે, જીવનમાં ગમે તે થઈ જાય પણ ક્યારેય હાર માનવી જોઈએ નહીં. દિલ્હીમાં રહેતા રવિભાઈના જીવનમાં એવું બન્યું હતું કે, જો આવું કોઈ અન્ય સાથે થયું હોત તો તેઓ હિંમત હારી ગયા હોત.

રવિભાઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. જેથી એમનો ખૂબ જ સારો પગાર પણ હતો. વર્ષે તેઓ 8 થી 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા હતા પણ કમનસીબે થયું એવું કે, આ સારા પગારની નોકરી અચાનક જ છૂટી ગઈ. જેથી નોકરી ગુમાવતા ખૂબ જ ચિંતિત થયા હતાં.

કારણ કે, તેની દીકરી હજુ નાની છે તેમજ તેના પિતા પણ બીમાર હતા કે, જેથી તેઓ વિચારતા હતા કે, હવે ઘર ખર્ચ કેવી રીતે ઉઠાવવો કે, જેની ચિંતાઓ તેને હંમેશા સતાવતી હતી. તેમણે નોકરી શોધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓને જે નોકરી મળવાની હતી તે ન મળી.

છેવટે રવિભાઈએ નક્કી કર્યું હતું કે, આમ બેસી રહેવાથી કંઈ થશે નહીં. બાદમાં રવિભાઈએ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સેન્ડવીચ વેચવાનું શરૂ કર્યું હતું. રવિભાઈની સેન્ડવીચ આજે ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં તેમનો બિઝનેસ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. જો તમે હિંમતથી કામ કરો તો જીવનમાં આવતી મુશ્કેલીઓ આપમેળે ઓછી થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…