છાણમાંથી આ વ્યક્તિ રીતે કરે છે 60 લાખની કમાણી- જાણો કેવી રીતે?

Published on: 11:07 am, Sat, 4 September 21

ગાયમાતાનું પૌષ્ટિક દૂધ તથા છાણ એટલે કે, ગોબર અનેકવિધ કાર્યોમાં મદદરૂપ થતું હોય છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. જો તમારે એરકંડિશન્ડ ઘર બનાવવું હોય તો હરિયાણાના ડૉક્ટર શિવદર્શન મલિકને મળી શકો છો કે, જેમણે દેશી ગાયના ગોબરથી એક એવું ‘વૈદિક પ્લાસ્ટર’ તૈયાર કર્યું છે કે, જેના પ્રયોગથી ગામના કાચા ઘર જેવી શાંતિ મળશે.

દિલ્હીના દ્વારિકા નજીક આવેલ છાવલામાં રહેતા ડેરી સંચાલક દયા કિશન શોકીને દોઢ વર્ષ પહેલા ગોબરમાંથી બનાવવામાં આવેલ પ્લાસ્ટર દ્વારા પોતાનું ઘર બનાવ્યું હતું. પોતાના મકાન અંગે તેઓ જણાવે છે કે, ‘આવા પ્રકારના મકાનને લીધે ગરમીમાં અમારે AC લગાવવાની પણ જરૂર પડતી નથી.

જો બહારનું તાપમાન 40 ડિગ્રી હોય તો અંદર 31 ડિગ્રી આસપાસ તાપમાન જ રહે છે. આ ગોબર પ્લાસ્ટરની પાછળ 10 રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટનો ખર્ચ થાય છે કે, જે સિમેન્ટ કરતા આ મકાન ખુબ સસ્તું બને છે. આ મકાનના જેટલા ફાયદા ગણીએ તેટલા ઓછા છે.

આવા ઘરમાં તમે પગરખા વિના ફરો તો ગરમીમાં પણ ઠંડક મળે છે. શરીર પ્રમાણે તાપમાન રહે છે. આની સાથે જ વિજળીની બચત પણ થાય છે, શહેરમાં ગામની જેવા કાચી માટીના જુના ઘર આ ગાયના પ્લાસ્ટરથી બનાવવા સંભવ છે.’ કિશન શોકીનની જેમ દેશમાં 300થી વધારે લોકો દેશી ગાયના વૈદિક પ્લાસ્ટરથી ઘર બનાવડાવી રહ્યાં છે.

જળવાયુ પરિવર્તનની અસર પણ ઘર પર જોવા મળે છે. આની પહેલા માટીના ઘર શરદી-ગરમી તમામ રોગ સામે રક્ષણ આપતા હતા. જો કે, હાલના સમયમાં આવા મકાન વ્યવહારું લાગતા નથી. જો કે, કાચા મકાનોને પહેલાની જેમ જ ગરમી તથા ઠંડી માટે અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા ડૉ. શિવદર્શન મલિકે વૈદિક પ્લાસ્ટરની શોધ કરી હતી.

વર્ષ 2005થી વૈદિક પ્લાસ્ટર બનાવવાની શરૂઆત કરનાર શિવદર્શન મલિક જણાવે છે કે,‘આપણે કુદરતની સાથે રહીને કુદરતને બચાવવું પડશે. જ્યારથી ઘરમાં ગોબરનો ઉપયોગ ઘટવાનું શરૂ થયું છે ત્યારથી બીમારીનું પ્રમાણ સતત વધટુ ગયું છે. દેશી ગાયના ગોબરમાં સૌથી વધારે પ્રોટીન રહેલું હોય છે. જે ઘરની હવાને શુદ્ધ કરે છે કે, જેથી વૈદિક પ્લાસ્ટરમાં દેશી ગાયના ગોબરનો ઉપયોગ કરાયો છે.

દેશમાં દરરોજ 30 લાખ ટન ગોબર નીકળે છે કે, જેનો યોગ્ય ઉપયોગ ન થતા મોટાભાગનું ગોબર બરબાદ થાય છે. દેસી ગાયના ગોબરમાં જિપ્સમ, ગ્વારગમ, ચિકણી માટી, લીંબુ પાવડર સહિતની સામગ્રી ભેળવીને વૈદિક પ્લાસ્ટર બનાવાય છે. આ પ્લાસ્ટરથી બનેલ ઘરને આગ તથા ગરમીથી બચાવે છે.

વૈદિક પ્લાસ્ટરને ખુબ સારો રિસ્પોન્સ મળવા શિવદર્શને ગોબરથી અન્ય કઈ વસ્તુઓ બનાવી શકાય તે અંગેનું રિસર્ચ શરૂ રાખ્યું હતું. વર્ષ 2019માં તેમણે ગોબરથી પેઈન્ટ તથા ઈંટ બનાવવાની શરૂઆત કરી હતી કે, જેને ખુબ સારો રિસ્પોન્સ મળવા લાગ્યો હતો.

ખેડૂતો તેમજ વેપારીઓ પણ તેમની સાથે જોડાતા ગયા હતા. હાલમાં તેઓ વર્ષે 5,000 ટન વૈદિક પ્લાસ્ટરનું માર્કેટિંગ કરવામાં આવે છે. પેઈન્ટ તથા ઈંટનું પણ ખુબ સારું એવું વેચાણ થઈ રહ્યું છે. શિવદર્શનને બધી જ પ્રોડક્ટ્સથી વર્ષે 50-60 લાખ રૂપિયાનું ટર્નઓવર થઈ જાય છે.

શિવ મલિક જણાવે છે કે, બીકાનેરમાં ટ્રેનિંગ સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે. આની માટે અમે 21,000 રૂપિયા ફી લઈએ છીએ. અહીં ગોબરથી તૈયાર કરવામાં આવતી પ્રોડક્ટ્સની તાલીમ આપીએ છીએ તેમજ સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીએ છીએ. આની સાથે તાલીમ લેનારોના રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામા આવે છે.

અત્યાર સુધીમાં કુલ 100 લોકોને તાલીમ આપવામા આવી છે. આ લોકો ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તિસગઢ, યુપી સહિતના રાજ્યોમાં ગોબરમાંથી ઈંટ બનાવવાનું કામ કરે છે. જેને લીધે ખુબ સારો નફો તો થાય જ છે પણ આની સાથે-સાથે ગામમાં ગાય પાળતા લોકોને પણ ગોબર વેચીને ખુબ સારી એવી કમાણી થઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…