દેવેન્દ્ર ફડણવીસ આજે સાંજે 7 વાગે CM પદના લેશે શપથ, ત્રીજી વખત બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી

221
Published on: 4:30 pm, Thu, 30 June 22

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુરુવારે સાંજે જ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને બળવાખોર શિવસેના ધારાસભ્ય એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. મળતી માહિતી મુજબ, રાજભવનમાં શપથ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યાં ફડણવીસ અને શિંદે સાંજે 7 વાગ્યે શપથ લઈ શકે છે. એવા પણ સમાચાર છે કે રાજ્યપાલે એકનાથ શિંદે સહિત કુલ 10 લોકોને બોલાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે યોજાનાર વિશ્વાસ મત પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી. ઠાકરેની ઘોષણા તેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્દેશ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યાની મિનિટો પછી આવી.

મહારાષ્ટ્રમાં 20 જૂનથી શરૂ થયેલી રાજકીય ઉથલપાથલ પૂરી થઈ ગઈ છે. બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે બળવાના 10 દિવસ પછી ગુરુવારે મુંબઈ પરત ફર્યા હતા. તેઓ અહીંથી સીધા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગયા હતા.

ગોવાથી શિંદે એકલા આવ્યા છે. તેમની પાસે શિવસેનાના 39 ધારાસભ્યો અને અપક્ષોના સમર્થનના પત્રો પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસ અને શિંદે એકસાથે રાજભવન પહોંચ્યા છે. તેઓ આજે રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવી સરકારમાં ફડણવીસને સીએમ અને એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. બંને અહીં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. બીજી તરફ મુંબઈની વર્તમાન સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે એકનાથ શિંદેની સુરક્ષા વધારી દીધી છે. તેમને Z પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…