આપણને સૌને હસતું અને રમતું કુટુંબ ખુબ ગમે છે. પરંતુ આગળની ઘડીએ આપણી સાથે શું થશે તે વિશે આપણે પણ જાણતા નથી અને જો એમાં પણ એક જ પરિવારના ચાર લોકો એકસાથે મૃત્યુ પામે તો દુઃખનું આભ ફાટી પડે છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં બની છે. અહીં એક વૃદ્ધ પિતાએ પોતાના જ પરિવારના ચાર સભ્યોને ગુમાવ્યા હતા. જ્યારે એક જ ઘરમાંથી 4 લોકોની અર્થીઓ બહાર આવી ત્યારે બધા જ લોકો હિબકે ચડ્યા હતા. માત્ર પરિવારના લોકો અને સંબંધીઓ જ નહીં પણ આડોશ-પડોશમાં રહેતા લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
મહેસાણાના રીવા જિલ્લાના સિંગલ કિટવારીયા બાયપાસ પર એક ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. શનિવારના રોજ સાંજે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહોને રાયસેન જિલ્લાના સુલતાનપુર મોકલવામાં આવ્યા હતા. મોદી રાતના કારણે અંતિમ સંસ્કાર થઈ શક્યા નહોતા. પછી બે દિવસ પછી રવિવારરના રોજ બપોરે એક સાથે ચાર લોકોના અંતિમ સંસ્કાર થયા. આ અંતિમ સંસ્કારમાં આવેલા સેંકડો લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
આ દરમિયાન, એક વૃદ્ધ પિતાએ તેના ધ્રૂજતા હાથથી બે યુવાન પુત્રોને અગ્નિ સંસ્કાર આપ્યા. આ દયનીય દૃશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના નામ વિનોદ વંશકર (ઊ.વ.27), શશી વંશકર (ઊ.વ.50), મયંક (ઊ.વ.16) અને વૈશાલી વંશકર (ઊ.વ.16) છે. આ તમામ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી આવી રહ્યા હતા અને ત્યારે અચાનક જ અકસ્માતમાં ચારેય લોકોને કાળ ભરખી ગયો.
પરિવારના સભ્યોને મોત અંગેની જાણ થતાં જ તેઓ આ ઘટના પર વિશ્વાસ કરી શક્યા નહીં અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને જાણે કે તેનાં પર દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ખાસ કરીને ઘરના વૃદ્ધ પિતા થોડીક જ ક્ષણોમાં એકલા પડી ગયા હતા. વૃદ્ધ પિતાને પોતે જ તેમના બે પુત્રોના અંતિમ સંસ્કાર કરવાના હતા. આ અકસ્માત બાદ માત્ર પીડિત પરિવારનું ઘર જ નહીં, પરંતુ સમગ્ર ગામમાં શોકનોઈ માહોલ છવાઈ ગયો હતો અને આખું ગામ હિબકે ચડ્યું હતું. ગામના લોકો વૃદ્ધ પિતા પાસે આવીને સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…