ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે! 2 વર્ષના નાના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને બેસી રહ્યો 8 વર્ષનો મોટો ભાઈ

251
Published on: 11:37 am, Mon, 11 July 22

મધ્યપ્રદેશના મોરેનામાં શનિવારે એક 8 વર્ષનો બાળક તેના 2 વર્ષના નાના ભાઈની લાશ લઈને બેઠો હતો. બાળકોના પિતા પૂજારામ જાટવ મૃત પુત્રના મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સની શોધમાં હતા. રોડની બાજુમાં મૃતદેહ સાથે બેઠેલા નાના બાળકને જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટના મોરેના જિલ્લાના અંબાહના બડફરા ગામની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પૂજારામ જાટવના બે વર્ષના પુત્ર રાજાની તબિયત અચાનક બગડી ગઈ હતી. શરૂઆતમાં પૂજારામે તેના પુત્રને ઘરે ઈલાજ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેના પેટમાં દુખાવો અસહ્ય થઈ ગયો, ત્યારે તે બાળકને મોરેના જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમનો મોટો પુત્ર ગુલશન પણ પૂજારામ સાથે હોસ્પિટલ ગયો હતો.

જો કે, મોરેના જિલ્લા હોસ્પિટલમાં રાજાનું મૃત્યુ થયું હતું. ગરીબ અને લાચાર પૂજારામે હોસ્પિટલના સત્તાવાળાઓને મૃતદેહને તેમના ગામ પાછા લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા વિનંતી કરી, પરંતુ તેઓએ ગરીબ પિતાની માંગને નકારી કાઢી. હોસ્પિટલના સત્તાવાળાઓએ એમ્બ્યુલન્સ આપવાનો ઇનકાર કર્યા બાદ લાચાર પૂજારામ તેના બાળકના મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર આવ્યો અને રસ્તા પર જ બેસી ગયો.

પંચરની દુકાન ચલાવતા પૂજારામ જાટવને હોસ્પિટલમાંથી કોઈ વાહન મળ્યું ન હતું અને અન્ય વાહનમાં બાળકના મૃતદેહને ઘરે લઈ જવા માટે પૈસા પણ નહોતા. જ્યારે પીડિત પિતા પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો, ત્યારે તેણે તેના મોટા પુત્ર ગુલશનને મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર મૂકવાનું નક્કી કર્યું જેથી તે ઘરે પાછો જઈ શકે.

પૂજારામનો મોટો દીકરો ગુલશન તેના પિતામી પાછા આવવાની આશામાં તેના મૃત ભાઈનું માથું તેના ખોળામાં રાખીને અડધો કલાક સુધી રસ્તા પર જ બેસી રહ્યો હતો. જ્યારે ટોળાએ અધિકારીઓને જાણ કરી, ત્યારે પોલીસે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને ડ્રાઇવરને પૂજારામ જાટવના ઘરે જવા કહ્યું.

પૂજારામ જાટવે જણાવતા કહ્યું, “બાળકની માતા ઘરે નથી. હું એક ગરીબ માણસ છું અને મને ખબર નથી કે મારા બાળકે શું ખાધું અને તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. મેં જ્યારે ડૉક્ટરને બતાવ્યું, ત્યારે તેણે મને ઈનો અને હિંગ આપી. તે મેં બાળકને આપી. ડૉક્ટરની સૂચના મુજબ હિંગ અને ઈનો, પરંતુ તેમ છતાં મારા બાળકની તબિયતમાં સુધારો થયો ન હતો. મને હોસ્પિટલ તરફથી એમ્બ્યુલન્સ માટે  ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું.” આ બાબતે મુરેનાના સિવિલ સર્જન વિનોદ ગુપ્તાએ પોતાના બચાવમાં કહ્યું કે, અમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં બાળકના પિતા હોસ્પીટલમાંથી જતા રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…