ઠંડી માટે તૈયાર રહેજો ગુજરાતીઓ! દિવાળીનાં દિવસોમાં પડશે હાડ થીજાવતી કાતિલ ઠંડી- અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ કરી આગાહી

192
Published on: 12:40 pm, Thu, 28 October 21

ધીરે-ધીરે સમગ્ર ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ રહી છે ત્યારે આ વખતે દિવાળીનાં તહેવારોની પહેલા જ ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ જણાવે છે કે, આગામી હજુ 2 દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.

દિવાળીના તહેવારોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનની ગુજરાત પર અસર થશે કે, જેને લીધે 3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે. નલિયાનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચી ગયું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

26 ઓકટોબરથી સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઇ ચુક્યું છે. ભારતીય ઉપ-મહાદ્વીપનું જીવન શિયાળો, ઉનાળો તેમજ ચોમાસું એમ ૩ ઋતુઓમાં વહેંચાયેલું છે ત્યારે ચોમાસા બાદ શિયાળાની શરુઆત થતી હોય છે જયારે બે ઋતુઓ વચ્ચેનો સંધિકાળ મિક્સ હવામાનનો હોય છે કે, જેમાં આરોગ્ય જાળવવું પડે છે.

જો શિયાળું પવન ઉત્તર તેમજ ઈશાનમાંથી આવતો હોય તો આ પવનથી પાછોતર પાકને ખુબ લાભ થતો હોય છે. આસો મહિનામાં શિયાળો વહેલો વળે તેમ કઠોળના પાકને લાભ કરે છે. આવ સમયે સામાન્ય રીતે હિમાલય તથા કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતી હોય છે તેમજ પવનની ગતિથી આ ઠંડી સમગ્ર દેશમાં ફેલાતી હોય છે. ઠંડીનો પ્રવાહ પાકને ફાયદો કરે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે. દેશ-રાજ્યના અમુક ભાગોમાં વિશિષ્ટ હવામાનની સ્થિતિને કારણે દરિયાકાંઠે ભારે ચક્રવાતો પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે. હાલમાં થતા ચક્રવાતોની અસર દેશના પૂર્વીય ભાગો પર રહી શકે. નવેમ્બર તા.2 થી 5માં પશ્ચિમી વિક્ષેપને કારણે અરબ સાગરના ભેજના લીધે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે.

કોઈપણ ભાગોમાં સામાન્ય માવઠાં થઈ શકે. નવેમ્બર મધ્યમાં પેદા થતા ચક્રવાતો મારફાડ રહે છે કે, જેની અસર દક્ષિણ-પૂર્વીય તટ પર ભારે રહે. આંધ્ર, ઓરિસ્સાના ભાગો પ્રભાવી રહી શકે છે કે, જેની અસર દેશના હવામાન ઉપર પણ પડી શકે છે. ડિસેમ્બર મહિનામાં 8 થી 10 ડિસેમ્બર દરમિયાન ઠંડીની શરૂઆત થઈ શકે છે.

22 ડિસેમ્બર બાદ ગાત્રો થિજવતી ઠંડી પડી શકે છે. જયારે જાન્યુઆરી 2022ની શરૂઆત કાતિલ ઠંડીથી થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી રહેશે. પાલનપુર, દાંતીવાડા વગેરે ભાગોમાં ન્યુનતમ તાપમાન ઘટશે. ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ જૂનાગઢ વગેરે ભાગોમાં સખત ઠંડી પડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…