કોઈપણ પ્રકારની ખેતી કરવા માટે પહેલાના જમાનામાં ખેડૂતો હળનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજના જમાનામાં નવી ટેકનોલોજી હોવાથી ખેડૂતો ટ્રેકટરનો ઉપયોગ કરી સરળ રીતે ખેતી કરી રહ્યા છે. વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે હાલના સમયમાં ટ્રેક્ટર ચલાવવું મોંઘુ પડી રહ્યું છે ત્યારે હવે વગર પેટ્રોલ ડીઝલે પણ ટ્રેક્ટર ચલાવી શકાશે. ડીસા તાલુકાના એક ખેડૂતે ડીઝલ વગર ચાલતા ટ્રેક્ટરની ડિઝાઇન તૈયાર કરી છે. અને આ ટ્રેકટરને ‘સોલાર ટ્રેક્ટર’નું નામ આપ્યું છે.
આ ટ્રેક્ટર ગુજરાતમાં બનાસકાંઠામાં ડીસા તાલુકાના એક ખેડૂતે બનાવ્યું છે. ડિઝાઇન તૈયાર કરનાર ખેડૂતનું નામ નવીનભાઈ છે. આ ટ્રેક્ટરનો ઉપયોગ આજે દરેક ખડૂતો કરી રહ્યા છે. અને ખેડૂતો આ સોલાર ટ્રેકટર પોતાના ઘરે પણ વસાવી રહ્યા છે. આત્મનિર્ભર ભારતના આ સ્વપ્નને બનાસકાંઠામાં ડીસા તાલુકાના એક ખેડૂતે સાકાર કરીને બતાવ્યુ છે.
ખેડૂત દ્વારા બનાવેલ આ ટ્રેક્ટર સોલાર પેનલના માધ્યમથી ચાલે છે. આ ટ્રેક્ટર પર 5 વ્યક્તિ તેમજ એક ટન જેટલો વજન ખેંચી શકાય તેટલી ક્ષમતા ધરાવે છે. આ ટ્રેક્ટર 3 મહિનાની કઢીન મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું હતું અને અંદાજીત 1,75,000 રૂપિયાના ખર્ચ બાદ આ ટ્રેક્ટર બન્યું હતું. તેમજ આ ટ્રેક્ટર સોલાર પેનલ દ્વારા ચાલતું હોવાથી તેમાં ખર્ચ ખુબ જ ઓછો થાય છે. અને આ નાના ટ્રેક્ટર દ્વારા તમે પશુપાલન, ઘાસચારા અને ખેતીકામ ખુબ જ સરળતાથી કરી શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…