
વધતા પેટ્રોલના ભાવ વચ્ચે હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક વહાનનો વધી રહ્યા છે. હાલ ઘણી કંપનીઓએ ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનો બનાવવાનું શરૂ કરી દીધું છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ 90 ઉપર તો, ક્યાંક તો 100ને થઈ ગયા છે. દેશના ઘણા એવા નવ યુવાનો છે જેમણે એવી ઇલેક્ટ્રોનિક બાઈક બનાવી છે જે ઓછા ખર્ચે વધુ કિલોમીટર ચાલે છે. હાલ આવા છે એક યુવકની વાત કરવાના છીએ, જેણે બાઇક નઇ પરંતુ ઇલેક્ટ્રોનિક કાર બનાવી છે. આટલું જ નહીં આકારમાં ચારથી પાંચ લોકો બેસી શકે છે.
કાર બનાવનાર યુવકે માહિતી આપી હતી કે, ચાર કલાક ચાર્જ કરવાથી આકાર ૧૮૦ કિલોમીટર કે તેનાથી વધુ પણ ચાલી શકે છે. ખરેખર આ એક ખૂબ જ મોટી પ્રસિદ્ધિ હાંસલ કરી કહેવાય. કારણકે વધતાં પેટ્રોલના ભાવ વચ્ચે આવી કારની દરેક લોકોને જરૂર છે. આટલું જ નહીં પરંતુ આ યુવકે કારના દેખાવ પાછળ પણ ખૂબ જ મહેનત કરી છે અને મોંઘી મોંઘી કારો જેવો દેખાવ આપ્યો છે. હિમાંશુ પટેલ નામના યુવકે પાંચ મહિનામાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે. હિમાંશુ પટેલને આ કાર બનાવવા માટે પાંચ મહિનાનો સમય અને બે લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. જાણીને ગર્વ થાય કે ગુજરાતી યુવાને ગાંધીનગર અને ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
હિમાંશુ પટેલ જણાવે છે કે, ચાર્જ કર્યા પછી આ કાર 185 થી વધુ કિલોમીટર ચાલી શકશે. આટલું જ નહીં પરંતુ ફકત 30 રૂપિયામાં આ ગાડી 185 કિલો મીટર દોડશે. કાર ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, અમુક સમયે ફાસ્ટ ચાર્જિંગ કરવું હોય તો પણ શક્ય છે. સ્પીડ ની વાત કરીએ તો કાર એક કલાકમાં 50 કિલો મીટર સુધીનું અંતર કાપી શકે છે.
હિમાંશુ પટેલ જણાવે છે કે, વધતાં પેટ્રોલના ભાવ વચ્ચે તેમને આ કાર બનાવવાનો વિચાર આવ્યો હતો. સાથોસાથ લોકોને જણાવતાં કહ્યું હતું કે, તમે કોઈપણ ઇલેક્ટ્રિક કાર ખરીદશો તો તમને ૧૫થી ૨૦ લાખનો ખર્ચો થશે પરંતુ આ કાર ખૂબ જ સસ્તા ભાવે તમને મળી શકશે. કારની ડિઝાઇન બોડી વર્ક થી લઈને કલર સુધી તમામ વસ્તુ હિમાંશુ પટેલે જાતે તૈયાર કરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…