મધરાતે વીજળીના કડાકા ભડાકા સાથે ધ્રુજ્યું ખોડલધામ, કેમેરામાં કેદ થયો અદભુત નજારો- જુઓ વિડીયો

Published on: 11:30 am, Sat, 9 October 21

ગઈકાલથી જ નવલી નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચુકી છે ત્યારે સૌપ્રથમ નોરતે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સાંજના સુમારે વરસાદ વરસતાં ખેલૈયાની મજા બગડી ગઈ હતી. આ સમયે લેઉવા પટેલના એકતાના પ્રતીક સમાન ખોડલધામ મંદિર નજીક વીજળી ખોડિયાર માતાના ગરબા રમી રહી હોય એવો નજારો જોવા મળ્યો હતો.

ફક્ત 8 જ સેકન્ડમાં મંદિર પાસે એકસાથે કુલ 10 ગગનભેદી કડાકા થયા હતા કે, જેનાં લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થતાં લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખોડલધામમાં માતાજીના સૌપ્રથમ નોરતાની મધરાત્રે મા ખોડલના આંગણે વીજળી જાણે ગરબે ઘૂમી રહી હોય એમ અનેરો નજારો જોવા મળ્યો હતો.

વીજળીના કડાકાથી મંદિરને કુદરતી રોશનીનો થયો શણગાર:
પહેલા જ નોરતે માતાનાં ચરણોમાં વીજળી સ્પર્શ કરતી હોય એવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ ચમત્કારિક દૃશ્યો કેમેરામાં કેદ થઈ જતાં લોકો પણ મોમાં આંગળી નાખી ગયા હતા તેમજ એવી ચર્ચા ચાલી હતી કે, માતાના આંગણે વીજળી ગરબે રમવા આવી છે.

પ્રચંડ કડાકા-ભડાકા સાથે મંદિરની ફરતે કુદરતી રોશનીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. આવાં દૃશ્યો ખુબ ઝૂઝ જ જોવા મળતાં હોય છે ત્યારે આપને જણાવી દઈએ કે, આની પહેલા પણ ખોડલધામમાં આવો જ એક નજારો જોવા મળ્યો હતો.

વીરપુરમાં વરસાદથી ગરબા બંધ રહ્યા:
જગત જનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિના પહેલા નોરતે નાના-મોટાથી લઈને સૌ કોઈ માઈ ભક્તો માતાજીની ભક્તિમાં લીન રથે જતા હોય છે. નવરાત્રિમાં સરકાર દ્વારા શેરી ગરબાની પરવાનગીને લઈ ખેલૈયાઓમાં પણ ગરબા ઘૂમવા થનગનાટ જોવા મળ્યો હતો.

જયારે યાત્રાધામ વીરપુરમાં પણ સવારથી જ ભારે ગરમી તેમજ ઉકળાટ પછી રાતે અચાનક હવામાનમાં પલટો આવતાં વરસાદી માહોલ જામી ગયો હતો. જેને લઈ નવલા નોરતાંની પહેલી જ રાતે ભારે વરસાદ પડતાં શેરી ગરબીઓ અને ગરબાઓના આયોજકો દ્વારા ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…