ખોદકામ કરતા-કરતા ચમકી ઉઠ્યું ખેડૂતનું નસીબ, રાતોરાત બની ગયો લાખોપતિ- એકવાર વાંચવા જેવી છે આ કહાની

Published on: 10:34 am, Fri, 3 September 21

ઘણીવાર ખેડૂતોની કિસ્મત ચમકી જતી હોય છે. હાલમાં આવી જ એક આશ્વર્યકારક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના પન્નાની ધરતીમાં હીરા મળી આવતા હોય છે. કેટલાક સાહસિકો આ વિસ્તારમાં સરકારની મંજુરી લઈને હીરાની શોધ કરતા હોય છે.

આ કાર્યમાં ખુબ જ ધીરજ તથા નસીબની જરૂર પડે છે. કારણ કે, એક પ્રકારના જુગાર જેવા હીરા ખોદવાના આ ધંધામાં મોટા ભાગના કિસ્સાઓમાં ઉધાર નાણા,બેંક લોન અથવા તો ઘરેણા વેંચીને જંગી નાણાનો ખર્ચ થાય છે. આ કામમાં જંગી ખર્ચ તેમજ અથાગ મહેનત કર્યા બાદ ઇચ્છીત પરિણામ ન મળતા મોટાભાગના ખેડૂતો દેવાદાર થઈ જતા હોય છે.

જયારે નસીબ સાથ આપે તો ખેડુતો માલામાલ પણ બની જતા હોય છે. હાલમાં પન્નામાં હીરાનું ખોદકામ કરતા એક ખેડુતને નસીબે સાથ આપ્યો હોય એમ તેની જન્માષ્ટમી સુધરી ગઈ છે. આવો જાણીએ આ ઘટના વિશે વિગતવાર….

પ્રકાશ મજમુદાર નામના ખેડુતને મળ્યો 6.47 કેરેટનો હીરો :
પન્નાનાં ખેતરમાં હીરા ખોદવાના કામકાજ સાથે સંકળાયેલા પ્રકાશ મજમુદાર નામના ખેડુતને નસીબે સાથ આપતા જન્માષ્ટમી સુધરી ગઈ છે. આ ખેડૂતે સરકારની મંજુરી સાથે હીરાથી સમૃદ્ધ પન્નામાં જમીનના એક નાના પ્લોટમાં હીરા શોધવાનું કામ કર્યું હતું.

આ કામગીરીમાં એને 27 ઓગષ્ટના રોજ કુલ 6.47 કેરેટ વજનનો  ક્વોલિટીનો રફ હીરો મળી આવ્યો છે કે, જેની કીંમત અંદાજે 40,000 અમેરીકી ડોલર એટલે કે ,30 લાખ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.અહીં નોંધનીય છે કે, છેલ્લા 2 વર્ષમાં આ વિસ્તારમાંથી આજસુધીમાં કુલ 6 રફ હીરા મળી આવ્યા છે.

30 લાખ રૂપિયા કિંમત હોવાનો અંદાજ:
લગભગ 30 લાખ રૂપિયાની કીંમત ધરાવતો આ રફ હીરો સરકારને સોંપવામાં આવ્યો છે. હવે આગામી દીવસોમાં સરકારે આ રફ હીરાની હરાજી કરવામાં આવનાર છે કે, જેમા હીરાની મળેલ કીંમતમાથી ટેક્સ તથા રોયલ્ટીની રકમ બાદ કરીને બાકીના નાણા આ ખેડૂતભાઈને આપવામાં આવશે.

ગત વર્ષે મજમુદારને આ જ પ્લોટમાથી કુલ 7.44 કેરેટનો મોટો રફ હીરો મળી આવ્યો હતો. આની ઉપરાંત તેને 2 કેરેટ, 2.5 કેરેટ વજનના અન્ય 4 હીરા પણ મળી આવ્યા છે. આ જિલ્લામાં 25 ફૂટ બાય 25 ફૂટના પ્લોટમાં સરકારને રોયલ્ટી ચુકવીને કેટલાય પરિવારો હીરા ખોદવાની કામગીરી કરી રહ્યા છે. આવા પ્રકારની કામગીરી સાથે સંકળાયેલ આનંદીલાલ કુશવાહાને ગત જુલાઇ માસમાં 10.69 કેરેટનો રફ હીરો મળી આવ્યો હતો કે, જે 49 લાખ રૂપિયામાં વેંચાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…