
ઇંગ્લેન્ડમાં હદય ધ્રુજાવનાર કિસ્સો સામે આવ્યો છે. આવા અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે પણ આ કિસ્સો સાંભળીને તમારા હોશ ઉડી જશે.ઇલિયટ લેન જે બાળકના પિતા છે.તેણે કહ્યું કે મારો બાળક ચોકલેટ આકારની એક બેટરી ગળી ગયો હતો.ત્યારબાદ તેને જાણ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ડોક્ટરોએ કહ્યું હતું કે આ બાળક બચી શકશે નહીં પરંતુ તેના 28 ઓપરેશન કરવામાં આવ્યા.જેમાં હૃદય અને ફેફસાં ઓપરેશન નો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશન કર્યા આ બાળક બચી ગયું હતું. અત્યારે બે વર્ષ પછી તેના પિતાએ આ ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.
તેના પિતાએ વધારે જાણકારી આપતા કહ્યું કે જ્યારે ઓલી ફક્ત એક વર્ષનો હતો, ત્યારે અચાનકજ તેને ખાવામાં ઘણી તકલીફ પાડવા લાગી હતી. તે પછી અમે ડોક્ટર ને બતાવ્યું. શરૂઆતમાં ડોકટરોએ વિચાર્યું કે તેને અસ્થમા છે, પરંતુ થોડા દિવસો પછી એક ડોક્ટરે એક્સ રે કરવા કહ્યું આ એક્સ-રેમાં તેના ગળામાં એક બટન આકારની બેટરી ફસાઇ ગયેલી જોવા મળી હતી.
બાળક ના પિતા એ ફોટો શેર કરીને લોકોને માહિતી આપી કે ક્યારેય પણ બાળકોને આવી નાની વસ્તુઓથી રમવા દેવા નહીં કારણકે તેનો બાળક 28 ઓપરેશન કર્યા બાદ પણ સ્વસ્થ થઇ શક્યો નથી.