વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનના બે LRD જવાન 11 માર્ચે તેમની બાઇક પર સવાર હતા. આ દરમિયાન, આલીપોર બ્રિજ પાસે બાઇક સ્લીપ થતાં બંને જવાન ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. એક LRD જવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાના સમાચારથી વલસાડ જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને એલઆરડી તેમજ જીઆરડીના જવાનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ કપલે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા.
મળતી માહિતી મુજબ, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિલેશ ડાભી અને વાપી ડીએસપી કચેરીમાં ફરજ બજાવતા એલઆરડી નંદલાલ નિલેશની બાઇક પર વાંસદા જઇ રહ્યા હતા. આ દરમિયાન અલીપુર બ્રિજ પાસે નિલેશ ડાભીનું બાઇક અચાનક સ્લીપ થઇ જતાં નિલેશ અને નંદલાલને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગંભીર રીતે ઘવાયેલા નિલેશને સુરત મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 12 માર્ચની રાત્રે નિલેશ ડાભીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લાના પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં નિલેશ ડાભીના લગ્ન થયા અને નવા LRD તરીકે દાખલ થયા હતા. 10મી માર્ચના રોજ બોટાદ રહેતા પરિવારના સભ્યોને ઉમરગામ પોતાની સાથે રહેવા લાવ્યો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…