મહિનાની શરૂઆતમાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર: LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો આટલા રૂપિયાનો વધારો

Published on: 11:01 am, Tue, 1 March 22

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી એટલે કે, 1 માર્ચ, 2022થી LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 105 રૂપિયા વધીને 2,012 રૂપિયા થઈ ગઈ છે. તેલ કંપનીઓએ જણાવ્યું છે કે, દિલ્હીમાં  19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આ વધારા બાદ હોટેલ-રેસ્ટોરન્ટ પર ભારણ પડશે અને તેનો ફટકો ગ્રાહકોને પણ પડી શકે છે. કંપનીઓએ 1 ફેબ્રુઆરીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

નાના સિલિન્ડરના ભાવમાં મોટો વધારો:
સરકારી તેલ કંપનીઓએ પણ 5 કિલોના નાના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. હવે દિલ્હીમાં 5 કિલોનો LPG સિલિન્ડર 27 રૂપિયા મોંઘો થયો છે. ગ્રાહકોને હવે 569 રૂપિયામાં મળશે. જોકે, કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

સબસિડીની રકમ પણ વધી:
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં સરકારે અત્યાર સુધીમાં સબસિડી તરીકે મોટી રકમ ચૂકવી છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધી સરકારે લગભગ 7,500 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. નાણાકીય વર્ષ 2016-17માં સરકારે આખા વર્ષમાં 12,133 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. આ આંકડો ત્યારે દેખાય છે જ્યારે એક કરોડથી વધુ લોકોએ અત્યાર સુધીમાં સબસિડી છોડી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…