ગરબાની રમઝટમાં મેઘરાજાની એન્ટ્રી- બંગાળની ખાડીમાં સક્રિય થયું લો પ્રેશર, અંબાલાલ પટેલની મોટી આગાહી

156
Published on: 6:37 pm, Fri, 23 September 22

હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. એવામાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે. એવામાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા, પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.

નવરાત્રિના દિવસો દરમિયાન સામાન્ય વરસાદની આગાહી:
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. તેમજ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

કચ્છમાં મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ:
ત્યારે હવે ચોમાસાની વિદાયની વાત કરીએ તો, હવામાન ખાતાની આગાહી પ્રમાણે કચ્છમાં મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…