પ્રેમીપંખીડાંએ ગળેફાંસો ખાઈને એકસાથે દુનિયાને કહ્યું અલવિદા- કારણ જાણી તમે પણ ગદગદ થઇ જશો

144
Published on: 1:18 pm, Wed, 28 September 22

ઉતરપ્રદેશના ઉન્નાવમાં એક ગામની બહાર એક પરિણીત મહિલા અને એક જ ગામમાં રહેતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને 28 જૂનથી ફરાર હતા. પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ મળ્યા ન હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ જાણી શકાયું નથી.

હસનગંજ કોતવાલી વિસ્તારના નરેખેડા હિલમાઉ ગામની રહેવાસી શાંતિ અને ઘરની સામે રહેતા અનુજ સિંહનો મૃતદેહ શનિવારે ગામની બહાર મળી આવ્યો હતો. ગામની બહારથી બનેના મૃતદેહ મળી આવતાં જ આસપાસના ગામોમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

બીજા દિવસે બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે તબીબોની પેનલ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં ડો.ફૈઝલ, ડો.અહેમદ અને તજજ્ઞ ડો.આશુતોષ વાર્શ્નેય પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમમાં બંનેના મૃત્યુનો સમય એક જ હોવાનું જાણવા મળ્યું હતું. ક્યાં કારણોસર બનેના મોત થયા છે તે જાણવા માટે તબીબોએ બંનેના મૃતદેહ સાચવીને રાખ્યા છે.

ઘરની સામે રહેતા યુવક અને પરિણીતાના મોત બાદ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. મામા સંતોષ મૃતકની બે વર્ષની પુત્રી દેવરીશાને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. ગામમાં શોકગ્રસ્ત માહોલ જોતા પોલીસ કર્મચારીઓની ડ્યુટી લગાવી દેવામાં આવી છે.

યુવક-યુવતીના મોતની ગામમાંથી લઈને સર્વત્ર ચર્ચાઓ થઈ હતી. ડોક્ટરોની પેનલ ટીમે કલાકો સુધી બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમમાં ડૉક્ટરોની ટીમે ચોક્કસપણે સ્પષ્ટ કર્યું કે, બંનેના મૃત્યુનો સમય એક જ છે. તેમના મૃત્યુ પહેલા તેઓએ જે કંઈ ખાધું હતું તે પણ એક જ હતું.

ઘણીવાર મહિલાઓ સાથે સંબંધિત ગુનામાં મૃત્યુ પછી, બળાત્કારની વાત લોકોના મગજમાં સૌથી પહેલા આવે છે. પરંતુ તબીબોની ટીમેએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ન તો મહિલા પર બળાત્કાર થયો હતો કે, ન તો બંનેના શરીરમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મહિલાના હાથની બંગડીઓ પણ તૂટેલી ન હતી અને બંનેના શરીર પર કપડાં સલામત હતા. એટલે બળાત્કાર થયો હોવાની શક્યતા જ રહેતી નથી.

મળતી માહિતી અનુસાર, રાત પછી જ્યારે બંને એકસાથે ગાયબ થયા ત્યારે બંનેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ યુવક-યુવતી મળી આવ્યા ન હતા. બને વચ્ચે ઘણા સમયથી પ્રેમ સબંધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને એકબીજાથી દૂર રહેવા માંગતા ન હતા. યુવક ઠાકુર સમુદાયનો હતો અને મહિલા દલિત સમુદાયની હતી. બંનેના પરિવારજનો આ વાત પર સહમત ન હતા. કદાચ આ પછી બંનેએ આ પગલું ભર્યું હોઈ શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…