ક્રિપ્ટોકરન્સીમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા લોકો આ લેખ ખાસ વાંચે

206
Published on: 7:14 pm, Tue, 30 November 21

રાતોરાત લાખો કરોડો રૂપિયા કમાવવાની લાલચમાં આજના લોકો ક્રિપ્ટોકરન્સીમા વધુમાં વધુ રોકાણ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ક્રિપ્ટોકરન્સીમા રોકાણ કરવાથી સારું વળતર મળે છે. આવું માનનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.

હાલના સમયમાં ટ્રેડિંગ કરવો આજના યુવાનો નો શોખ બની ગયો છે. ક્રિપ્ટોકરન્સીમા પાણીની જેમ પોતાના રૂપિયા વહાવી દીધા છે. હાલ આવા જ એક વ્યક્તિની વાત અહીંયા કરવાના છીએ, જેમણે લાખો રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં રોક્યા હતા પરંતુ રાતોરાત લાખો રૂપિયાનું પાણી થઇ ગયું હતું. અને નુકસાન થતા આ વ્યક્તિએ જીવન તું આવવાનો નિર્ણય કર્યો હતો.

તેલંગાણા થી દુખદ સમાચાર સામે આવ્યા છે. તેલંગણાના એક શિક્ષકે લાખો રૂપિયાના ક્રિપ્ટોકરન્સી લીધા હતા. મળતી માહિતી અનુસાર શાળા બંધ હોવાથી ગણિત વિષય ભણાવતા આ શિક્ષકે અન્ય પાસેથી ઉધાર લઈને ક્રિપ્ટોકરન્સી માં પૈસા રોક્યા હતા. શરૂઆતમાં તો ઘણો નફો થયો પરંતુ છેવટે નુકસાનીમાં ડૂબ્યા અને જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો.

લોકડાઉનના કારણે ઘણા લોકોએ પોતાના ધંધા અને નોકરીઓ બદલ્યા છે. આનો જ શિકાર બન્યા હતા તેલંગણાના શિક્ષક. જ્યારે શાળા બંધ હતી ત્યારે મિત્રોની સલાહથી શિક્ષકે ઓનલાઇન કમાણી કરવાનું માંડી વાળ્યું હતું. આ જ કારણે વિવિધ ક્ષેત્રોમાં પૈસા રોકવા લાગ્યા હતા. શરૂઆતમાં સારો નફો મળતા વધુ રૂપિયા રોકવા પ્રેરિત થયા હતા. અને એક સાથે 20 લાખ રૂપિયા રોકી દીધા હતા. પરંતુ ટૂંક જ સમયમાં 20 લાખ રૂપિયાનું પાણી થઇ ગયું હતું.

જે લોકોએ આ શિક્ષકને ઉધારમાં રૂપિયા આપ્યા હતા, તેઓ ઘરે આવીને જે મળ્યું એ લઈને જતા રહ્યા અને ધાક ધમકી આપી દબાણ કરી રહ્યા હતા. લેણદારોના ત્રાસથી કંટાળીને આ શિક્ષક હૈદરાબાદ જતા રહ્યા હતા પરંતુ ત્યાં જઈને તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારનું જણાવ્યું છે કે તેમણે ક્રિપ્ટોકરન્સીમાં ૭૦ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…