થોડા દિવસ પહેલા જ ફક્ત એક જ દિવસ માટે અમદાવાદની જિલ્લા કલેકટર બનેલ 11 વર્ષની યુવતી ફ્લોરાનું અવસાન થયું છે કે, જે. છેલ્લા ઘણા સમયથી બ્રેન ટ્યુમરની સારવાર લઈ રહી હતી તેમજ શહેરના કલેકટર સાંગલેએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. સમગ્ર શહેરમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
જિલ્લા કલેકટરે પાઠવી ટ્વીટર પર સાંત્વના:
મનના ઈરાદાઓ તો મક્કમ હતા પરંતુ જિંદગીની સામે જંગ હારી ગઈ આ દીકરી. ફક્ત એક જ દિવસ માટે અમદાવાદની જિલ્લા કલેકટર બનેલ 11 વર્ષની યુવતી ફ્લોરાનું અવસાન થયું છે. છેલ્લા થોડા સમયથી તેઓની બ્રેન ટ્યુમરની સારવાર ચાલી રહી હતી તેમજ એક સ્વયંસેવી સંસ્થા મારફતે શહેરની જિલ્લા કલેકટરને ફ્લોરાની IAS બનવાના સ્વપ્ન અંગે જાણ થતા તેમની ઈચ્છા પુરી કરવાનું નક્કી કર્યું હતું.
આ બીમારી એવી ભયંકર હતી કે, એની ઇચ્છા પૂર્ણ થાય તે સંભવ ન હતું. જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ ફ્લોરાને માન-સન્માન સાથે 18 સપ્ટેમ્બરનાં રોજ એક દિવસ માટે જિલ્લા કલેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ફ્લોરાના અવસાનથી કલેકટર તે પણ ભાવુક થઈ ગયા હતા તેમજ તેમણે ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવતા બહાદુર દીકરી ફ્લોરાનાં નિધનનું દુખ વ્યક્ત કર્યું છે. આની સાથે-સાથે તેના પરિવારજનો સાંત્વના પાઠવી છે.
11 વર્ષીય દિકરી ફ્લોરા ઘોરણ 7માં અભ્યાસ કરી રહી હતી તેમજ ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન હતું પણ છેલ્લા કેટલાક સમયથી તે બિમાર હતી. ડોક્ટરનું જણાવવું હતું કે, તેને બ્રેઇન ટ્યુમર છે કે, જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે, હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂરૂ થશે ખરૂ ?’ ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની ગઈ હતી.
એક દિવસ માટે આ દીકરી બની હતી શહેરની કલેકટર:
ફ્લોરાની માતા સોનલબેન આસોડિયા આ ઘટનાથી ખુબ જ ભાવુક થયા હતા તેમજ જિલ્લા વહીવટી તંત્રના આભારી રહેવા સાથે ઉક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાને જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વગર એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી લીધી હતી.
આજે ફ્લોરા અને સમગ્ર પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ફ્લોરાના કલેક્ટર બનવાના સ્વપ્નને સાકાર થતા જોયુ હતું. સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેક્ટરની ગાડીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લઈ જવામાં આવી હતી.
જ્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આની સાથે ફ્લોરાને સીધી જ જિલ્લા કલેક્ટરની ચેમ્બરમાં લઈ જવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે પોતે ફ્લોરાને કલેક્ટરની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છાપૂર્તિ કરી હતી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…