મોટાભાગના લોકોને નથી ખબર કે, ભગવાન શ્રી રામ અને સીતાની ઉંમર વચ્ચે કેટલો ફરક હતો! આ લેખ વાંચી ચોંકી ઉઠશો

Published on: 10:01 am, Sat, 30 January 21

દરેક વ્યક્તિ ભગવાન રામ અને સીતાના જીવન વિષે જાણતા હશો. ભગવાન રામ અને સીતાનું જીવન આજે પણ લોકો માટે એક ઉદાહરણ છે. લોકોને રામની જેમ જીવન જીવવા સલાહ આપવામાં આવતી હોય છે. ભગવાન રામ અને સીતા લાખો લોકોના દેવ છે. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના દરેક વ્યક્તિએ રામાયણ જોવી કે સાંભળવી જોઇએ. રામાયણમાં ભગવાન રામ અને સીતાના જીવન વિષે વર્ણવવામાં આવ્યું છે.

રામાયણ એક ધાર્મિક પુસ્તક છે જેના આધારે લોકો ભગવાન રામ અને સીતાના જીવનમાં થયેલી મુશ્કેલી વિષે જાણે છે. આ દરમિયાન આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા આવા જ એક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે હજી અજાણ છો. તો ચાલો જાણીએ કે, આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

રામાયણને ઘણી વાર વાંચ્યા પછી તમારા મનમાં એક સવાલ થયા હશે કે, ભગવાન રામ અને સીતા વચ્ચેની ઉમરનો તફાવત શું હશે? જોકે, ભગવાન રામ અને સીતાની ઉંમર વિશે સ્પષ્ટ ક્યાંય ઉલ્લેખ નથી પરંતુ તેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે. રામાયણમાં જણાવ્યું છે કે, ભગવાન રામ અને સીતા વચ્ચે કેટલી ઉંમરનું અંતર છે? તમે ઘણી વાર આખી રામાયણ વાંચી હશે પરંતુ આ રહસ્ય તમે ક્યારેય ધ્યાનમાં લીધું નહીં હોય.

રામાયણમાં ભગવાન રામ અને સીતાની વચ્ચેની વયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીવી પર રામાયણ પ્રસારિત થાય છે ત્યારે ઉંમર વિશે જણાવવામાં આવતું નથી. તેમ છતાં રામાયણમાં ઉલ્લેખિત એક દોહો બતાવે છે કે, ભગવાન રામ અને સીતા વચ્ચે વયનો કેટલો તફાવત હતો. હિન્દુ ધર્મમાં જ્યારે છોકરા અને છોકરીના લગ્ન થાય છે ત્યારે સૌથી પહેલા ઉંમર જોવામાં આવે છે અને તે પછી તે પ્રમાણે વાત આગળ વધે છે.

ભગવાન રામ અને સીતા વચ્ચે 9 વર્ષનો તફાવત હતો. વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન રામ અને સીતા વચ્ચે 9 વર્ષનો અંતર હતો. ભગવાન રામ તે સમયે 27 વર્ષનાં હતાં જ્યારે સીતા 18 વર્ષના હતા. ભગવાન રામ સીતા માતા કરતા 9 વર્ષ અને એક મહિના મોટા હતા. ભગવાન રામને પ્રસન્ન કરવા માટે દેવી સીતાએ પણ ઉપવાસ કર્યા હતા, જે મહિલાઓ માટે એક ઉદાહરણ છે.

માતા સીતાનું જીવન સ્ત્રીઓ માટે એક ઉદાહરણ છે. માતા સીતાએ ભગવાન રામને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કર્યા હતા. જે પણ સ્ત્રી આ વ્રત રાખે છે તેનો પરિવાર હમેશા માટે ટકેલું રહે છે. એટલું જ નહીં આ વ્રત ઘરમાં સુખ-શાંતિ લાવે છે ઉપરાંત કોઈ પણ પ્રકારનો કલેશ થતો નથી.