
સાવલિયા શેઠ નું મંદિર મેવાડના ચિત્તોડગઢ જિલ્લામાં સ્થિત છે. ચતુર્દશી એટલે કે ૧૦ એપ્રિલના રોજ સાવલીયાજી માં દાનપેટી ખોલવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાવાયરસ ને લીધે ભક્તોનો આવરો-જાવરો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ કોરોના ની નવી ગાઈડલાઈન અનુસાર 28 જૂન પછી ફરીથી ખોલવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ દાન પેટી ખોલી ને જોવામાં આવ્યું તો દસ દિવસમાં જ ભંડારમાંથી 3 કરોડ 12 લાખ થી વધુ રૂપિયાનો ચડાવ્યો હતો. આટલું જ નહીં આ ઉપરાંત ૩૩ ગ્રામ સોનું અને 1370 ગ્રામ ચાંદી પણ દાનમાં આવ્યા હતા.
દર મહિનાની જેમ, અમાસના એક દિવસ પહેલા મંદિરના પરિસરમાં ખોલવામાં આવેલ દાનપેટીમાં રહેલ દાન ની ગણતરી કરવામાં આવી હતી, જેમાં મંદિરના કર્મચારીઓ દ્વારા ગણતરી જોવાનું સામાન્ય રીતે ભક્તો માટે બંધ હોય છે, પરંતુ તે આકર્ષણ અને ઉત્સુકતાનું કેન્દ્ર રહ્યું છે.
શ્રી સાંવલિયા જી પ્રકટ્યા સ્થળ તરીકે પ્રખ્યાત આ સ્થાનથી સાંવલિયા શેઠની મૂર્તિઓનો ઉદ્ભવનો પોતાનો ઇતિહાસ પણ છે. વર્ષ 1840 માં, તત્કાલીન મેવાડ રાજ્યમાં બાગુન્ડ ગામમાં ઉદેપુરથી ચિત્તોડ સુધીના માર્ગના નિર્માણમાં અવરોધ ધરાવતા બાવળના ઝાડને કાપ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણની 3 મૂર્તિઓ સાંવલિયાના રૂપમાં બહાર આવી હતી.
1978 માં, આ મંદિર માં ઘણા બધા લોકોની હાજરી માં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સ્થળ પર હવે એક ખૂબ જ મનોહર અને વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. 36 ફૂટ ઊંચાઈ પર એક વિશાળ શિખર બનાવવામાં આવ્યો છે, જેના પર ફેબ્રુઆરી 2011 માં સુવર્ણ જડિત કળશ અને ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.