અઠવાડિયા અગાઉ ખંભાત અને ખેડા આસપાસના જિલ્લાઓમાં અવકાશમાંથી એક વિચિત્ર ગોળા પડવાની ઘટના સામે આવી હતી. ધડાકાભેર અંતરિક્ષમાંથી આવેલી આ વસ્તુ શું છે તે અંગે મીડિયામાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે અને વૈજ્ઞાનિકો પણ તપાસ કરી રહ્યા છે. ત્યારે આ વસ્તુ શું છે તેનો ખુલાસો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ખેડા અને આણંદ જિલ્લાના તાલુકામાં અલગ-અલગ વિસ્તારોમાં ઉપરાછાપરી બે દિવસ આવા અવકાશી ગોળાઓ પડ્યા હતા. જેને લઈને આસપાસના ગામમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આણંદ જિલ્લાના ભાલેજ. ખંભોળજ, રામપુરા વિસ્તારમાં ગુરૂવારે રાતે આકાશમાં થી અજાણી વસ્તુઓ પડતા ગામવાસીઓ ભેગા થઇ ગયા હતા.
જિલ્લાના ત્રણ અલગ અલગ વિસ્તારોમાં પડેલી આસમાની આફત શું છે. તેનો ખુલાસો થઈ ગયો છે.એક બીજાથી 15 કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારોમાં પાંચ કિલો વજનના ગોળાઓ પડ્યા હતા અને આ ગોળા માંથી ધુમાડો પણ નીકળતો હતો. શરૂઆતમાં તો લોકો આ વસ્તુ કંઈક છે અને વિસ્ફોટ થશે તેવા ડરથી લોકો ભાગી ને ઘરમાં ઘૂસી ગયા હતા.
ત્યારે આ અંગે લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર ના તજજ્ઞો સાથે ત્રિશુલ ન્યૂઝ ને ખાસ વાતચીતમાં આ વસ્તુ શું છે તેના પરથી પડદો ઊંચકાઈ ગયો છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વસ્તુ બીજું કંઈ નહીં પરંતુ સ્પેસ જંક એટલે કે અવકાશના ઉપગ્રહોમાંથી આવી પડેલો કચરો છે. એને સ્પેસ જંક કે ડેબ્રિસ કહેવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…