લોકડાઉનને અવસરમાં બદલી આ ખેડૂતે કરી કરોડોની કમાણી- ખરેખર વાંચવા જેવી છે કહાની

103
Published on: 3:21 pm, Mon, 18 October 21

ગયા વર્ષે એટલે કે, માર્ચ વર્ષ 2020 માં કોરોનાનાં વધતા જતા કેસને ધ્યાનમાં લઈ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું. લોકડાઉન અચાનક જાહેર થતા મોટાભાગના લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો કે, જેને લીધે કેટલાય લોકોની જીંદગી થંભી ગઈ હતી તેમજ વ્યાપાર પર પણ તેની માઠી અસર પહોંચી હતી.

જેમાં મહારાષ્ટ્રમાં આવેલ અહમદનગરના ખેડૂતોની સ્થિતિ કંઈ અલગ ન હતી. જે ખેડૂતો મુંબઈ, પુણે તેમજ અન્ય પડોસી શહેરોમાં શાકભાજી તથા ફળોનું વેચાણ કરી રહ્યા હતા, તેમની પાસે અચાનક શાકભાજીનો સ્ટોક વધી ગયો હતો. પોતાની ઉપજ વેચવા માટે, કોઈ બજાર પણ ન હતું,

આજે અમે આપને મહારાષ્ટ્રમાં આવેલ અહમદનગરના કેટલાક એવા ખેડૂતોની વાત જણાવવા જઈ રહ્યા છીએ કે, જેઓએ મુશ્કેલીના સમયમાં ન ફક્ત એક વિચાર પ્રયોગ કર્યો પરંતુ સાથે-સાથ સંકટના આ સમયને અવસરમાં પણ બદલી નાંખ્યો હતો. આ વિસ્તારના 12 જેટલા ખેડૂતો વૉટ્સઅપ મારફતે જોડાયા તેમજ એક યોજના બનાવી હતી.

એપ્રિલ વર્ષ 2020 માં સોશિયલ મીડિયા સાથે જોડાયા કે, જેથી પારંપારિક વચેટિયા તથા ખરીદનાર પર નિર્ભર રહેવાની જગ્યાએ સીધા જ ગ્રાહકની સાથે સંપર્ક કરી શકાય. મનીષે એગ્રીકલ્ચર તથા બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન (B.Sc.) કર્યુ છે.

તેમણે બિગ બજાર તથા રિલાયન્સ જેવી રિટેલ કંપનીઓની સાથે પણ કામ કરેલું છે. તેઓ જણાવે છે કે, તેમને ખુબ સારી રીતે ખબર છે કે, કંપનીઓ ખેડૂતો પાસેથી શું ઈચ્છે છે. મનીષ કહે છે કે, તેમને કંપનીની પોલિસી અંગે જાણ  હતી કે, જે હમેશાં ખેડૂતાના પક્ષમાં હોતી નથી. મનીષે કહ્યું હતું કે, ખાદ્ય ઉત્પાદકો હમેશાં કોર્પોરેટ્સ દ્વારા માંગ કરાયેલ શાકભાજીની પુરી સૂચિને આપવામાં સક્ષમ હોતા નથી.

એક વર્ષ બાદ એટલે કે, વર્ષ 2021 માં આ ગૃપમાં અંદાજે 480 ખેડૂતો જોડાયા હતા તેમજ આ ખેડૂતોએ મળીને ‘KisanKonnect’ નામની એક કંપની બનાવી છે. આ કંપની મારફતે, તેઓ પોતાનો માલ સીધા ગ્રાહકોને વેંચે છે. ગ્રાહકોની સાથે સીધા જોડાઈને શાકભાજીની લાખ પેટી વેંચીને તેમજ 6.6 કરોડ રૂપિયાનું એકમ સ્થાપવાની યોજના બનાવી છે.

મનીષે વર્ષ 2008 માં નોકરી છોડીને ખેતી શરૂ કરી દીધી હતી. તેઓ જણાવે છે કે, મે કંપનીઓ સાથે કામ કરવાનાં પ્રયત્ન કર્યા પણ સફળ ન થયો હતો. માર્કેટની સમજને લીધે તેઓ આ બન્ને સ્તર પર રહેલા અંતરને ખુબ સારી રીતે સમજી શકતા હતા. છૂટક વેપારી પર નિર્ભર રહેવાની જગ્યાએ તેઓએ ખેડૂતોને પોતાનો માલ સીધા ગ્રાહકને વેચાણ કરવાનું સૂચન કર્યું હતું.

મનીષ કહે છે, “એપ્રિલમાં અમે અમારા નેટવર્ક મારફતે મુંબઈ-પુણેની અમુક સોસાયટીમાં માલ વેચવાની શરૂઆત કરી હતી. ધીમેં-ધીમેં અમારા અંગે બીજા લોકોને જાણ થતા અમે 100 જેટલી સોસાયટીનો સંપર્ક કર્યો હતો કે, જ્યાં અમે દલાલ વિના સીધા ગ્રાહકોને દર હપ્તે શાકભાજીની પેટી (વેજિટેબલ બાસ્કેટ) સપ્લાઈ કરીએ છીએ”.

24 કલાકમાં જ તાજી શાકભાજીની ડિલિવરી:
અહમદનગર જિલ્લામાં આવેલ રાહતા ગામના એક ખેડૂતભાઈ શ્રીકાંત ઢોક્ચાવળે જણાવે છે કે, સીધા ગ્રાહકને વેચાણ કરવાના અભિગમે વચેટિયાઓને હટાવી દિધા છે. તેઓ એક નવું ડિલિવરી મૉડલ લાવ્યા છે કે, જેની હેઠળ ફળો તથા શાકભાજીને સુરક્ષિત રીતે પૅકિગ કરીને હાઈજેનિક પેટીમાં ગ્રાહકોના ઘર સુધી 24 ક્લાકમાં પહોચાડી રહ્યા છીએ.”

વિલે પાર્લેની ગ્રાહક ઈશા ચૌગુલ જણાવે છે કે, મને લોકડાઉનની શરૂઆતમાં શાકભાજીની ખરીદી કરવામાં ખુબ પરેશાની થઈ રહી હતી. આ સમયે મારા એક મિત્રએ આ કંપની અંગે વાત કરીને તેમની પાસેથી શાકભાજી ખરીદવાની સલાહ આપી. છેલ્લા 6 મહિનાથી હું તેમની કાયમી ગ્રાહક બની ગઈ છું.”

વૉટ્સઅપથી લઈને પોતાની વેબાસઈટ બનાવવાની સફર:
શ્રીકાંત જણાવે છે, અગાઉ 6 મહિના અમે વૉટ્સઅપ ગૃપના માધ્યમની સંચાલન કર્યુ બાદમાં વૉટ્સઅપ પર એકસાથે વધારે ગ્રાહકોના ઑર્ડર લેવાનું અમારા માટે મુશ્કેલ બનતા અમે વેબસાઈટ તૈયાર કરી હતી કે, જેથી ત્યાંથી ગ્રાહક આસાનીથી ઑર્ડર લઈ શકે.

કોઈપણ વચેટીયા વિના ખેડૂતો દ્વારા જાતે બનાવેલ ‘ફાર્મ-ટુ-ડોરસ્ટેપ્સ’ સપ્લાઈ ચેનને એક અલગ ઓળખ મળી છે. તેઓ જણાવે છે કે, આ કામથી અમારી આવકમાં પણ વધારો થયો છે કારણ કે, હવે નિર્માતા તથા ખરીદનાર વચ્ચે સીધો જ વેપાર થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…