આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે અઆવ્યો છે. મળતી માહિતી મુજબ, લખનઉમાં હિટ એન્ડ રનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગોસાઈગંજમાં એક યુવકે ભીડ પર કાર ચઢાવી દીધી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જાણવા મળ્યું છે કે, આ ઘટના બુધવારે મોડી રાત્રે એક મેરેજ હોલની બહાર બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ગોસાઈગંજમાં બુધવારે રાતે એક તિલક સમારોહ યોજાયેલો હતો. એમાં સામેલ થવા આવેલા એક યુવક આશિષ રાવતનો ત્યાં કોઈકની સાથે ઝઘડો થઈ ગયો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ગુસ્સામાં આશિષ મેરેજ હોલની બહાર જતો રહ્યો. 10 મિનિટ બાદ તે ફરી મેરેજ હોલ પહોંચ્યો હતો.
View this post on Instagram
ઝડપી ગતિએ આવેલી કારથી તેણે હોલની બહાર ઊભેલા 7-8 લોકો પર કાર ચઢાવી દીધી. એમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પરિવારજનો દ્વારા પોલીસને હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી.
ઘટના અંગે કબીરપુર ગામના લોકોએ જણાવ્યું કે, મહેન્દ્ર સિંહની તિલક વિધિ હતી. આ કાર્યક્રમમાં આશિષ યાદવ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આશિષ રાવત પણ આમંત્રણ વિના આવ્યા હતા. તિલક સમારોહના સ્થળે આરોપી આશિષ સાથે ઝપાઝપી થઈ હતી. માર માર્યા બાદ તે વેગનઆર લઈને તેજ ગતિએ ભાગી ગયો હતો. આરોપી તેમના પર કાર ચઢાવી ફરાર થઇ ગયો. આ કેસમાં પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…