મોતનો LIVE મંજર કેમેરામાં કેદ: પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે કુદીને યુવકે ટુંકાવ્યું જીવન 

376
Published on: 2:46 pm, Wed, 30 March 22

હાલમાં મથુરા રેલવે સ્ટેશન પરથી ટ્રેનની સામે મોતની છલાંગનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. કોસી કલાં રેલવે સ્ટેશન પર એક યુવકે ચાલતી ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ યુવકના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં કોસી કલાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક યુવક દોડતો જોવા મળે છે. પરંતુ અચાનક તે રેલવે ટ્રેક પર આવી રહેલી ટ્રેનની સામે કૂદી પડે છે. માલગાડીની અડફેટે આ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકનું શરીર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.

આ ઘટના રવિવારે સવારે 3.30 વાગ્યે બની હતી. જેથી ટ્રેન પસાર થઈ ત્યારે રેલવે પોલીસે તેની લાશ જોઈ હતી. પોલીસે લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મળી શકી ન હતી. બાદમાં પોલીસ દ્વારા તેનાં કપડાંમાં રાખેલા કાગળોમાં લખેલા મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવ્યો હતો. પછી તેની ઓળખ થઈ હતી.

મૃતક યુવકની ઓળખ સાગર તરીકે થઈ હતી. તેના પિતાનું નામ બચુ સિંહ છે. જાણવા મળ્યું છે કે, તેઓ મહારાષ્ટ્રના વર્ધાના તલેગામના રહેવાસી છે. તેની ઉંમર લગભગ 30 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા યુવકના પરિવારને જાણ કરીને તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…