હવે દરેક પિતા ધામધૂમથી કરી શકશે દીકરીના લગ્ન- LIC આપી રહી છે 27 લાખ રૂપિયા

262
Published on: 7:31 pm, Thu, 2 September 21

દેશમાં દીકરીઓને ‘લક્ષ્મી’ નું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે દીકરીના લગ્નનો હરખ કોને ન હોય! ખુબ ધામધૂમપૂર્વક પિતા પોતાની લાડકવાયી દીકરીને વળાવતા હોય છે. જો તમારે પણ દીકરી છે તો તમારા માટે એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે.

LIC ની એક નવી યોજના અંતર્ગત તેઓ કન્યાદાન યોજના લઈને આવ્યા છે. આ પોલિસી લીધા બાદ તમે દીકરીના લગ્નની ચિંતામાંથી મુક્ત થઈ શકો છો. આ યોજના પુત્રીઓના લગ્ન માટે રજૂ કરવામાં આવી છે. તો ચાલો આ પોલિસી વિશે વિગતવાર જાણીએ.

પોલીસી માટે જરૂરી દસ્તાવેજો:
આ પોલિસીની પાત્રતા માટે ફોર્મ ભરવાનું રહેશે. જેના માટે તમારે આધાર કાર્ડ, આવકનો પુરાવો, ઓળખ કાર્ડ, સરનામાંનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝ ફોટોની જરૂર પડશે. આની સિવાય, સહી કરેલ અરજી ફોર્મ અને જન્મ પ્રમાણપત્ર સાથે સૌપ્રથમ પ્રીમિયમ માટે ચેક અથવા રોકડ પણ આપવાની રહેશે.

પોલીસી કોણ-કોણ લઇ શકે?
આ પોલિસી 25 વર્ષના બદલે 13 વર્ષ માટે પણ લઈ શકાય છે. લગ્ન સિવાય આ પૈસાનો ઉપયોગ દીકરીના શિક્ષણ માટે પણ કરી શકાય છે. એકંદરે, તમે આ યોજના સાથે તમારી પુત્રીના શિક્ષણ અને તેના લગ્નની ચિંતામાંથી મુક્ત થઈ શકો છો.

યોજનામાં લાભ લેવાની સમયમર્યાદા:
જો તમે તમારી દીકરી માટે પોલિસી લેવા માંગતા હો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ, દીકરીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષ હોવી જોઈએ. જો કે, આ પોલિસી 25 વર્ષ માટે છે પરંતુ પ્રીમિયમ માત્ર 22 વર્ષ માટે જ ભરવાનું રહેશે. બાકીના 3 વર્ષ માટે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. દીકરીની ઉંમર પ્રમાણે આ પોલિસીનો કાર્યકાળ પણ ઘટાડી શકાય છે.

મૃત્યુલાભ પણ યોજનામાં સમાવિષ્ટ:
જો પોલિસીધારક પોલિસી લેવા પર નિધન થાય તો તેના પરિવારને પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. જો મૃત્યુ આકસ્મિક હોય તો પરિવારને એકસાથે 10 લાખ રૂપિયા મળશે. જો મૃત્યુ સામાન્ય સંજોગોમાં થયું હોય તો 5 લાખ રૂપિયા મળશે. આની સાથે પરિપક્વતા સુધી પરિવારને દર વર્ષે 50,000 રૂપિયા પણ મળશે. એટલે કે મૃત્યુ લાભ પણ આ યોજનામાં સમાવિષ્ટ છે. 25 વર્ષ પછી, નોમિનીને 27 લાખ રૂપિયા આપવામાં આવશે.

પોલીસીનું પ્રીમિયમ:
આ પોલિસીમાં, તમારે દરરોજ 121 રૂપિયા એટલે કે 3600 રૂપિયા પ્રતિ મહિનાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જો તમે ઈચ્છતા હો તો, તમે આના કરતા ઓછા પ્રીમિયમ પર પોલિસી પણ લઈ શકો છો. તેનાથી મળતી રકમમાં પણ ઘટાડો થશે. દરરોજ 121 રૂપિયાનું રોકાણ કરીને તમને 25 વર્ષ પછી 27 લાખ રૂપિયા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…