LIC વીમા કંપનીનાં આ પ્લાનમાં ખુબ ઓછા રોકાણે મળી રહ્યા છે જબરદસ્ત ફાયદાઓ- જાણો વિગતવાર

180
Published on: 12:19 pm, Tue, 16 November 21

કોરોનાકાળમાં હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ સુરક્ષિત રોકાણની સાથોસાથ ફંડ એકત્ર કરવા માંગતા હો તો LICની આ સ્કીમ તમારા માટે જ છે. ભારતીય જીવન વીમા નિગમ યોગ્ય સમયે ઉત્તમ સ્કીમો લોન્ચ કરતી રહેતી હોય છે. હવે LIC મહિલા ગ્રાહકોને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ યોજના લઈને આવ્યું છે.

મહિલાઓના હિતને ધ્યાનમાં રાખી બનાવેલ આ સ્કીમનું નામ LIC આધાર શિલા પ્લાન છે. LICની આ સ્કીમ અંતર્ગત 8થી 55 વર્ષ વયની મહિલાઓ રોકાણ કરી શકે છે. આવો જાણીએ આ પ્લાન વિશે. આ પ્લાનમાં મહિલાઓને ખુબ જ લાભ તેમજ ફાયદો થશે.

શરત:
LICનો આધાર શિલા પ્લાન પોતાના ગ્રાહકોને સિક્યોરિટી તથા સેવિંગ્સ બન્ને આપે છે. જયારે એનો ફાયદો માત્ર મહિલાઓ જ ઉઠાવી શકે છે એ પણ જીવનનો આધાર કાર્ડ બનેલ છે. મેચ્યોરિટી પર પોલિસીધારકોને પૈસા મળી જાય છે. LICનો આ પ્લાન પોલિસીધારક તેમજ એમના મૃત્યુ પછી પણ પરિવારને ફાઈનાશિયલ મદદ કરે છે.

કેટલું કરવું પડશે રોકાણ?
LIC આધાર શિલા પ્લાન અંતર્ગત મિનિમમ 75,000 રૂપિયા તેમજ ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા રોકાણ કરવામાં આવી શકે છે. આ પોલિસીની મેચ્યોરિટીનો સમય ઓછામાં ઓછો 10 વર્ષ તેમજ વધારેમાં વધારે 20 વર્ષ છે. આપને જણાવી દઈએ કે, LICના પ્લાનમાં 8થી 55 વર્ષની મહિલા રોકાણ કરી શકે છે તેમજ મેચ્યોરિટીની ઉંમર 70 વર્ષ છે.

ઉદાહરણ દ્વારા સમજીએ:
જો તમારી ઉંમર 30 વર્ષ હોય તેમજ એમાં 20 વર્ષ સુધી દરરોજ 29 રૂપિયા જમા કરવાના રહેશે. સૌપ્રથમ વર્ષમાં તમારે કુલ 10,959 રૂપિયા જમા કરવાના રહેશે. જેમાં 4.5% ટેક્સ પણ સામેલ હશે. આગલા વર્ષે તમારે 10,723 રૂપિયા આપવાના રહેશે. આ રીતે પ્રીમિયમ તમે દર મહિને, ત્રણ મહિને, છ મહિને તેમજ વર્ષના આધાર પર જમા કરી શકો છો. 20 વર્ષમાં 2,14,696 રૂપિયા જમા કરવાના રહેશે તેમજ મેચ્યોરિટીના સમયે તમારે કુલ 3,97,000 રૂપિયા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…