અગ્નિપથમાં અનોખું સમર્થન: શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા આ ગુજરાતી યુવકે લખ્યો લોહીથી પત્ર

210
Published on: 1:49 pm, Sat, 18 June 22

હાલમાં ચાલી રહેલી અગ્નિપથ યોજના અંતર્ગત કચ્છના એક યુવાને અનોખી રીતે સમર્થન કર્યું છે. જાણવા મળ્યું છે કે, કચ્છના દયાપરના યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા રક્તથી પત્ર લખ્યો છે. ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશના ઘણા રાજ્યોમાં હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના રહેવાસી અને હાલમાં દયાપરમાં રહેતા 23 વર્ષીય દીપક ડાંગરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતનથી આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓમાં ફરજરત છે એમ કહેતાં તેણે ઉમેર્યું કે, સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા ટીમાણા ગામના 20 જેટલા યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.

શાળાકાળમાં એનસીસીના કેડેટ રહી ચૂકેલા આ યુવાને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં કોઇપણ વેતન લીધા વગર દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર પાઠવ્યો હોવાનું જણાવ્યું હતું.

શાળામાં NCC કેડેટ તરીકે ફરજ બજાવતા આ યુવકે ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અતૂટ ઈચ્છા વ્યક્ત કરી હતી અને દેશની સેવા કરવાની તક મળે તેવી આશાએ પોતાના લોહીથી સંરક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો. તેણે દયાપર આરોગ્ય કેન્દ્રમાં પોતાનું લોહી જમા કરાવ્યું અને પત્રમાં લખ્યું, સેનામાં તક મળશે તો નોકરી શરૂ કરવાથી પૂરી થાય ત્યાં સુધી એકપણ રૂપિયાનું વેતન લીધા વિના ફરજ બજાવીશ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…