લ્યો બોલો! સુરત ના આ મંદિર માં પૂજાપો ચડવામાં આવતો નથી પણ…

Published on: 5:35 pm, Tue, 6 July 21

બધાં મંદિરો માં લોકો ભગવાનને ફૂલ, હાર અને ફૂલ ની માળા ઓ ચડાવતા હોય છે. પણ સુરત ના કતારગામ વિસ્તાર માં આવેલા આ મંદિર માં પવિત્ર ફૂલ કે માળાઓ ચડાવામાં આવતી નથી.પરંતુ શરીર ને હાનિકારક વસ્તુ ચડવામાં આવે છે જાણો.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મામદેવ મંદિરમાં રોજના 45 થી 50 પેકેટ સિગારેટના મામાદેવ ને ચડવામાં આવે છે. અહિ લોકમાન્યતા છે કે સિગારેટ ચડાવાથી મામાદેવ પ્રસનન થાય છે.અહીં આવનાર મામાદેવ ના ભક્તો નજીકના ગલલાઓ માંથી સિગારેટ લઈ આવે છે અને મામાદેવ ને ચડાવવા માં આવે છે.

ઘણાબધા વર્ષો થી લોકો અહી માનતા માને છે અને લોકોની માનતા પૂરી પણ થાય છે.ખાસ કરીને અમાસ ના દિવસે આ મંદિર માં ભક્તો ની લાઈનો જોવા મળે છે.આ મંદિરમાં માન્યતા છેકે જો સિગારેટ અધવચે ઓલવાય જાય તો તેની માન્યતા પૂરી થશે નહિ.અને જો આખી સિગારેટ પૂરી થાય તો માન્યતા પૂરી થઈ જશે.

અહીં આવનાર ભક્તને ટોપરાની અને સાકર દાણા ની પ્રસાદી આપવામાં આવે છે. આ મામા દેવ ને મોજીલા મામા દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.સુરત માં અને ગુજરાત માં અનેક ગામડાઓ મામાદેવ નું ખુબજ મહત્વ રહેલું છે.