આ પાકની ખેતી દ્વારા ખુબ ઓછા ખર્ચે ખેડૂતોને બારેમાસ થઇ રહી છે મબલક કમાણી- જાણો સંપૂર્ણ માહિતી

215
Published on: 11:34 am, Mon, 13 September 21

મોટાભાગના ઘરમાં હવે લીંબુનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આની સાથે જ કેટલાક ઘરમાં પણ વૃક્ષનું વાવેતર કરાય છે. લીંબુનું વૃક્ષ વાવવું એ ખુબ જ સરળ છે પણ તેની સંભાળ રાખવી તથા તેના ફળની રાહ જોવી ખુબ જ મુશ્કેલ છે. જો કે, લીંબુનું વૃક્ષ સારી રીતે વાવવામાં આવે તો તેમાં 3 વર્ષની અંદર ફળ આવવા લાગે છે.

છોડમાં ફળ કેમ નથી આવી રહ્યા ?
લીંબુના છોડમાં જો લીંબુ ન આવી રહ્યા હોય તો કેટલાક કારણ જવાબદાર હોય છે. લીંબુના છોડને પર્યાપ્ત ન્યુટ્રીશન નથી મળી રહ્યું, ખુબ જ ખરાબ હવામાન છે એટલે કે જરૂર કરતા વધારે વરસાદ, ગરમી, ઠંડી વગેરે હોય શકે છે, ખુબ જ વધુ પાણી પાવું એ પણ એક મોટી સમસ્યા હોઈ શકે છે.

વૃક્ષ પરથી ફૂલોનું પડી જવું, બગીચામાં માખી નું ન હોવું, આની સાથે જ જરૂર કરતા વધારે ખાતરનો ઉપયોગ કરવો, છોડની માટીનું કડક થઈ જવું, છોડને પર્યાપ્ત તડકો ન મળવો. આ તમામ કારણો તમારા લીંબુના છોડના વિકાસને અટકાવે છે તેમજ પરેશાન કરે છે. ચાલો તો જાણી લઈએ લીંબુના છોડમાં કરી રીતે વધુ ફળ લાવી શકાય છે.

સુર્યનો તાપ:
લીંબુના ફૂલ નીચે પડે પણ નહિ તેમજ ફળ પણ બરાબર પાકે, આની માટે તમારે ધ્યાન રાખવું જોઈએ કે, તે વૃક્ષને 6 કલાક તડકો મળવો જોઈએ. જો એમ ન થાય તો તે છોડનો બરાબર ઉછેર થતો નથી બાદમાં ફળ આવવા ખુબ મુશ્કેલ છે. લીંબુનો છોડ કુંડામાં પણ ફળ આપવા લાગે છે. આની માટે તમારે ધ્યાન રાખવું પડે છે કે, તે ખુબ સારા તડકા વાળી જગ્યાએ રાખવો જોઈએ.

પાણી આપતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો:
લીંબુનું વૃક્ષ થોડી વધારે દેખભાળ માંગે છે. જેથી તેમાં પાણી વધુ કે ઓછું પાવામાં આવે તો મુશ્કેલી થઈ શકે છે. જેથી સૌપ્રથમ દેખભાળ એ છે કે, તમે યોગ્ય માત્રામાં પાણી આપો. માટીમાં નમી હોય તો પાણી ન આપો, માટીને સાવ સુકાવા પણ ન દો નહિ તો વૃક્ષને નુકશાન થઈ શકે છે.

જો માટી ઉપરથી 1 ઇંચ જેટલી સુકાઈ ગઈ હોય તો ખુબ સારી રીતે કુંડાને પાણીથી ભરી દો તથા કુંડામાંથી પાણી ન નીકળે ત્યા સુધી પાણી આપો, બાદ 3-4 દિવસ સુધી તેમાં પાણી ન પાવું જોઈએ. લીંબુના છોડની માટી પોરસ હોવી જોઈએ ત્યારે જ તે ખુબ સારી રીતે ઉછરે છે.

ખાતરનું યોગ્ય ધ્યાન રાખો:
વધારે પડતું ખાતર અથવા ઓછું ખાતર પણ વૃક્ષને નુકશાન કરી શકે છે. આ ફૂલોનું પડવા તેમજ ફળ ન આવવા પાછળનું મોટું કારણ બને છે. હંમેશા સીટ્રસ છોડ માટે નાઈટ્રોજનથી ભરપુર ખાતર નાખવું જોઈએ. વર્ષમાં 4 વાર એટલે કે, ત્રણ મહિનાનાં અંતરે ખાતર નાખવું જોઈએ.

તાપમાન:
ખુબ વધારે ખરાબ મૌસમ છે તો તમે તમારા છોડને યોગ્ય જગ્યાએ રાખો કે જેથી, દરેક પ્રકારનું તાપમાન નાના લીંબુના છોડને નુકશાન કરી શકે. જો છોડ મોટો થઈ ગયો હોય તો કોઈ પરેશાની નહિ થાય પરંતુ નાના છોડને સંભાળીને રાખવા પડે છે.

છોડની કાપણી:
છોડની કાપણી કરવી પણ ખુબ જરૂરી બની છે કે, જેનાથી તે વધારે વધે. દરેક વખતે ઋતુ બદલાતા છોડ પરથી કાપણી કરવી જોઈએ. આવું કરવાથી છોડ ખરાબ થવાથી બચી શકે છે. આની સાથે જ તેમાં કોઈ જીવાત થઈ છે અથવા તો તેના પાનમાં કોઈ બીમારી થઈ હોય તો તેનાથી છુટકારો મેળવી શકાય. આમ, કાપણી કરેલ છોડ જલ્દીથુઈ વધે છે તેમજ જો તમે આ ટીપ્સ ફોલો કરશો તો તમારો છોડ જલ્દીથી ફળ આપશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…