ઈંગ્લેન્ડમાં લાખોની નોકરીને ઠોકર મારીને ભારત આવીને શરુ કરી ખેતી- ઍર હોસ્ટેસ પત્ની ભેંસો દોહે છે અને પતિ ખેતરમાં કરે છે કામ

Published on: 4:39 pm, Thu, 2 March 23

આજકાલ દરેક લોકોને શો ઓફ અને દેખાવ કરવાનો ખુબ જ શોખ છે. લોકો શો ઓફ અને દેખાવ કરવા માટે ગમેતે હદ વટાવી દેતા હોઈ છે. આજ નો સમય જ શો ઓફ અને દેખાવનો થઇ ગયો છે. લોકોને મોંઘા દાટ કપડા, હાઈ ફાઈ જીવન, સારી નોકરી અને વિદેશમા રહેવા જવુ વધારે ગમે છે. ત્યારે પોરબંદરના મહેર દંપતીએ આ બધા શો ઓફ, દેખાવ અને મોહમાયા છોડીને ભારત પાછા ફરીને ખેતી કરી રહ્યા છે.

રબંદરના બેરણ ગામનું આ દંપતી વિદેશ રહેતું હતું, આ દંપતી વિદેશની હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલ છોડીને ભારત પાછુ ફરીને વતનમાં સ્થાયી થાય ગયું છે. આ દંપતીનું કહેવું છે કે, વિદેશમાં રહી દોડધામની જીંદગી જીવવી અને જંક ફૂડ ખાઇને રહેવું એના કરતા અહીં કુદરતી વાતાવરણમાં અને પૌષ્ટિક ખોરાક ખાઇ જીંદગી જીવવી વધારે સારી છે.

આ દંપતીને એક પુત્ર પણ છે, તેનું નામ ઓમ છે. ઓમ પણ દરરોજ વાડીમાં 4 થી 5 કિલોમીટર દોડાદોડી કરે છે. પરિવાર ઘરની ગાય-ભેંસોનું  ચોખ્ખા દૂધ, દહીં, છાશ અને ઘી ખાય છે અને સાથે સાથે તાજા શાકભાજી અને ફળો ખાઇને ખુબજ હેલ્ધી રહે છે.

હાલ પોરબંદરમાં આવેલા બેરણ તાલુકામાં રહેતા અને પશુપાલન અને ખેતી કામ કરતા રામદેભાઇ વિરમભાઇ ખુંટી અને તેમના પત્ની ભારતીબેન બન્ને ઇંગ્લેન્ડમાં સારી એવી પોસ્ટ પર હતા. 2010માં આ દંપતી ઇંગ્લેેન્ડ ગયું હતું. ઇંગ્લેન્ડમાં રામદેવભાઈ બી.એસસી.ની ડીગ્રી સાથે ઇન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટનું કાર્ય કરતા હતા. ત્યારે તેમના પત્નીએ હીથ્રો એરપોર્ટમાં બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસના કોર્ષ કર્યો હતો.

દંપતીને જયારે પુત્રનો જન્મ થયો ત્યારે તેઓના વિચારો બદલાયા અને તેઓ પોતાના ગામ મા સ્થાયી થવા માટે ઇગ્લેન્ડ છોડી ને ભારત પરત આવી ગયા હતા. ભારતીબેન ખેતીકામથી સાવ અજાણ હતા તેમ છતાય આજે ભેંસો દોહી લે છે અને તેઓ બધુ કામ વ્યવસ્થીત કરી લે છે. તેઓ ઘોડેસવારી પણ કરે છે. જે લોકો વિદેશ મા સ્થાયી થવાની ઘેલછા રાખે છે તેમની માટે આ પ્રેરણા રુપ કહેવાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…