એક ગાયથી પશુપાલનની શરૂઆત કરનાર આ દંપતી આજે 60 થી પણ વધારે ગાયોનું કરે છે પાલનપોષણ

164
Published on: 10:42 am, Sat, 4 September 21

હાલમાં ખેતી તથા પશુપાલનમાં થઈ રહેલ બમ્પર કમાણીને જોઈ ભણેલા-ગણેલા તેમજ ઉંચી ડીગ્રી ધરાવનાર લોકો પણ આ તરફ વળી રહ્યા છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ પ્રેરણાદાયક ખાનીને લઈ સમાચાર સામે આવ્યા છે. પશુપાલન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ઉજ્જૈનમાં એક એવી હોસ્ટેલ બનવા જઈ રહી છે કે, જ્યાં ગાયને આશરો મળશે.

આટલું જ નહીં માલધારી તથા પશુપાલકોને પણ તેનો ખુબ ફાયદો થશે. આવા પ્લાનની સાથે MBA તથા એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરનાર પાટીદાર દંપતિએ કૃષિ પર્યટન ક્ષેત્રમાં એકદમ નવું ઉદાહરણ રજૂ કર્યું છે કે, જેનાથી લોકડાઉન બાદ શરૂ કરેલ બિઝનેસને નવો રસ્તો મળ્યો છે.

આ શરૂઆત ઇન્દોરની એક ફ્રેન્ચાઇઝીના બિઝનેસમાં લોકડાઉનમાં થયેલ નુકસાન બાદથી શરૂ થઈ હતી. એન્જિનિયરિંગ તેમજ MBA જેવી ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ પાયલ તથા પિયુષ પોતાના ગામ કિલોદા પહોંચ્યા હતાં. અહીં તેમણે ગીર નસ્લની એક ગાયથી પશુપાલનની શરૂઆત કરી હતી.

ફક્ત 6 માસમાં તેમનું આ સ્ટાર્ટઅપ એવું ચાલ્યું હતું કે, તેમની ગૌશાળામાં હાલમાં 30થી પણ વધારે ગાય છે.
તેના દૂધ ઉત્પાદનથી રોજ મોટી કમાણીનો માર્ગ ખુલી ગયો તો લોકડાઉનમાં થયેલ નુકસાનની ભરપાઈ થવાની સાથે રોડ પર રખડતી ગાયો માટે આશરો બનાવવાનું પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

પાયલ જણાવે છે કે, ભારતીય નસ્લની ગાયને આશરો આપવાનું તેમનું પ્લાનિંગ રહેલું છે. આની ઉપરાંત ગૌશાળા બનાવાશે પરંતુ આની પહેલાં પશુપાલનના બિઝનેસને લાભદાયક બનાવવો પડશે. શરૂઆતમાં એવી ગાય કે, જે 5 લીટર દૂધ આપે છે, તેને રાખવામાં આવશે.

તેનાથી થતાં ઉત્પાદનનો લાભ પશુપાલકોને પણ મળશે. કારણ કે, આ ક્ષેત્રમાં આવા કેટલાક પશુપાલક છે કે, જે સમય તથા લાભ ન મળવાને કારણે માલધારીનો આપી દે છે. ગાયની સૌપ્રથમ પ્રાઇવેટ હોસ્ટેલની શરૂઆતમાં દૂધાળા પશુને રાખવામાં આવશે. આ પછી રોડ પર રખડતી ગાયોને લાવવાનું પ્લાનિંગ રહેલું છે.

પાટીદાર દંપતીએ પોતાના આ પ્રોજેક્ટ અંગે જણાવે છે કે, તેમણે એક ગાયથી આ બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ગીર ગાયના દૂધના પ્રોટીન તથા અન્ય તત્વોની જાણકારીની સાથે શાજાપુરના લોકો ‘ડોર ટૂ ડોર’ દૂધ વિતરણ શરૂ કર્યું હતું. હાલમાં તેમની પાસે 30થી વધારે ગાય છે.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…