પિતા વિહોણા ચારેય સંતાનોને નોંધારા મૂકી માતા પણ ગાયબ થઇ ગઈ- જાણો કયાની છે હ્રદયસ્પર્શી ઘટના

598
Published on: 12:09 pm, Wed, 22 December 21

નાનપણમાં બાળકોનો સૌથી મોટો સહારો માતા પિતા જ હોય છે. નાની ઉંમરમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોનું જીવન ખૂબ જ કઠિન બની જાય છે. હાલ આવી જ એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. પિતા વિહોણા ચાર સંતાનોની માતા પણ તેમને છોડીને જતી રહી હતી.

એક પરિવારમાં ચાર સંતાનો, માતા-પિતા અને દાદા દાદી રહેતા હતા, પરંતુ આજે ચારે સંતાનોની જવાબદારી દાદા-દાદીના ખંભે આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે, નાની ઉંમરે દરેક બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યાર પછી માતા પણ આ ચાર સંતાનોને છોડીને ઘરેથી ગાયબ થઈ ગઈ છે. ઘરના કોઈ સભ્યોને જાણ કર્યા વગર, માતા ગાયબ થતાં ચારેય સંતાનો નોધારા થઈ ગયા છે.

ચાર સંતાનોની જવાબદારી નિભાવી રહેલી માતા અચાનક ગાયબ થતાં દાદા દાદી પર ચારે સંતાનોની જવાબદારી આવી ગઈ છે. આજુબાજુ અને સંબંધીઓના ઘરે માતાની તપાસ કરી, પરંતુ કોઈને ખબર નથી કે બાળકોની માતા ક્યાં છે? ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

પરિવારમાંથી માતા ગાયબ થયાને ચાર દિવસ વીતી ગયા હતા, પરંતુ માતાનો હજુ સુધી કોઇ અતોપતો હતો નહીં. ચારેય સંતાનો હજુ ખૂબ જ નાના છે, અને દરેક સંતાનોને આ ઉંમરમાં માતાની ખાસ જરૂર હોય છે, અને આવા સમયે વચ્ચે જ માતા સંતાનોને નોંધારા મૂકીને ગાયબ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ચાર સંતાનો પૈકી, એક તો માત્ર ત્રણ મહિનાનું જ છે. દાદા-દાદીની પણ ઉંમર થઈ ગઈ છે, એટલે એકલા હાથે ચારે સંતાનોનું ભરણપોષણ કરી શકે તેમ નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…