લાખ રૂપિયાની બેઠી કમાણી હોવા છતાં આણંદનાં દેવેશ પટેલે ખેતીમાં માંડ્યું પગલું અને હાલમાં થઇ રહી છે 1.25 કરોડની કમાણી

380
Published on: 3:25 pm, Tue, 5 October 21

આજકાલના નવયુવાનો ખેતી બાજુ વળી રહ્યા છે જેનું એકમાત્ર કારણ એ છે કે, ખેડૂતો ખેતીમાંથી મબલખ કમાણી કરી રહ્યા છે. અવનવી પાકોની ખેતીમાંથી ખેડૂતો અઢળક કમાણી કરતા થયા છે ત્યારે હાલમાં આવા જ એક ખેડૂતની સફળતાની કહાની સામે આવી છે ત્યારે આવો જાણીએ વિગતે…

આપણે આજકાલ કેટલાક વ્યક્તિઓને જોતા હોઈએ છીએ કે, જેઓ ઓર્ગેનિક ખેતીમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતમાં આવેલ આણંદ જિલ્લાના બોરીયાવી ગામમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા દેવેશ પટેલે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો.

બાદમાં એક લાખ રૂપિયા પગારવાળી ઉંચી નોકરી મળી હતી પરંતુ આ નોકરી કરતા ઓર્ગેનિક ખેતીમાં વધારે રસ ધરાવતો હતો. જેથી દેવેશે આ નોકરી છોડીને હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી તથા અનાજ જેવી કુદરતી વસ્તુઓની ખેતીની શરૂઆત કરી હતી.

બાદમાં દેવેશે હળદરની કેપ્સ્યુલ પણ બહાર પાડી હતી. કારણ કે, તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદ કરતી હતી, જેથી દેવેશ ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે 1.25 કરોડ સુધીની કમાણી કરી રહ્યો હતો. દેવેશનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો તેમજ શરૂઆતમાં ખેતી કરવામાં ખુબ મુશ્કેલી આવી હતી.

દેવેશે આજથી 4 વર્ષ અગાઉ ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી હતી તેમજ હાલમાં તેઓ 7 એકર જમીન પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યો હતો. દેવેશ જણાવે છે કે, હળદરની કેપ્સ્યુલ બનાવવામાં 2 વર્ષ સુધી સંશોધન પર કામ કર્યું હતું. આની માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સલાહ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.

બાદમાં આ કેપ્સ્યુલ બનાવી હતી. હાલમાં દેવેશ 5,000 કેપ્સ્યુલ્સનું ઉત્પાદન કરતો હતો. આ રીતે દેવેશ પટેલે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઓર્ગેનિક ખેતી કરીને ખેડૂત બન્યા હતા તેમજ આ ખેતી કરવા માટે અન્ય કેટલાક ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી કરવા પ્રેરિત થયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…