
હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને ખુબ ઉપયોગી સાબિત થશે. મોટાભાગના લોકોનું માનવું છે કે, ફળોનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે પણ એવું નથી ઘણીવાર ફ્રુટ્સ ખાવાથી તમને ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે.
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તમામ લોકો આ વાત જાણતા હોય છે. ફળોમાં મોટાભાગના જરૂરી પોષક તત્વો રહેલા હોય છે કે, જે તંદુરસ્ત વ્યક્તિ માટે ખુબ જરૂરી હોય છે પણ શું તમે ફળો ખાવાનું જાણો છો ફળ ખાવાનો સાચો સમય કયો છે?
કેટલાક લોકો સાંજે અથવા તો રાત્રિભોજન કર્યા બાદ ફળોનું સેવન કરતા હોય છે. આવા સમયે ફળોનું સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન થતા હોય છે. આવી સ્થિતિમાં, સાંજના સમયે કેમ ફળો ખાવા જોઈએ નહીં. આપને જણાવી દઈએ કે, ફળો હંમેશા ખાલી પેટ ખાવા જોઈએ કે, જેથી તે આસાનીથી પચી શકે.
જમવાનું જમ્યા પહેલા અથવા તો પછી ફળ ખાવાનું ટાળવું જોઈએ. ફળ ભોજન કર્યાના અડધા કલાક પહેલા ખાઈ લેવું જોઈએ અથવા તો ભોજન કર્યાના એક કલાક બાદ ફળ ખાવું જોઈએ. જો તમે આમ નથી કરતા તો તમને પાચન તથા એસીડીટી સહિતની સમસ્યાઓ થઈ શકે છે.
સવારમાં ફળોનું સેવન સ્વાસ્થ્ય તેમજ શરીર માટે સૌથી ફાયદાકારક હોય છે પણ કેટલાક ફળો એવા હોય છે કે, જે સવારમાં ખાલી પેટ ખાવાથી હંમેશા ટાળવા જોઈએ. ખાલી પેટ પર સાઇટ્રિક એટલે કે સાઇટ્રસ ફળોનું સેવન કરવાથી એસિડિટી વધી શકે છે.
સાંજે ફળો ન ખાવા જોઈએ કારણ કે, આ સમયે શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જતું હોય છે. ફળો ખાધા બાદ તરત જ ઉર્જા આપતા હોય છે. કારણ કે, તેમાં સરળ કાર્બોહાઇડ્રેટ તથા ડાયરેક્ટ સુગર રહેલું હોય છે કે, જે શરીરનું મેટાબોલિઝમ ધીમું થઇ જાય છે ત્યારે સાદા કાર્બ્સ શરીર માટે સારા નથી હોતા. આ સાથે સાથે જ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, રાત્રે નખ કાપવાથી અશુભ થાય છે, અને માતાજીનો કુરાજીપો મળે છે. સાથે-સાથે રાતના સમયે કોઈ વૃક્ષ અથવા છોડમાંથી ફળ ફૂલ તોડવા જોઈએ નહિ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…