
અત્યાર ના સમય માં ખેડુત ને રાસાયણિક ખાતર ખરીદવું ખૂબ મુશ્કેલ છે.અત્યારે આવા સમયે ખેડૂતો ને સજીવ ખેતી વિશે વિચાર્યા વગર છૂટકો નથી.ઘણા બધા વર્ષો થી પાકનું ઉત્પાદન ઘટતું ગયું છે. અને પાકની ગુણવત્તામાં ઘટાડો થતો રહ્યો છે.
સારી ગુણવત્તાવાળા પાકમાં 50 ટકા જેટલો ફાળો રાસાયણિક ખાતરોનો છે. જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ મુખ્ય તત્વો આવેલા છે.સેન્દ્રિય તત્વોનું રીસાયકલીંગ તથા અલગ અલગ પ્રકારના જૈવિક ખાતરના વપરાશથી રાસાયણિક ખાતરની તંગી પુરી કરી શકાય તેમ છે. મોટા જથ્થામાં રાસાયણિક ખાતર વાપરવું આર્થિક રીતે ઘણું મોઘુ પડે. વળી ખેતરમાં પૂંખીને નાઈટ્રોજનયુકત ખાતર આપવાથી 50 ટકા જેટલુ વેડફાય જાય છે. ઉપરાંત તે પાકને કામ લાગતું નથી અને પર્યાવરણ જોખમાય છે.
આપણા દેશ નામોટા ભાગ ના ખેડૂતો એટલેકે 74% ખેડૂતો નાના અને સીમાંત છે. આ ખેડૂતોને ભલામણ કરેલ માત્રામાં રાસાયણિક ખાતર ખરીદવું તેમજ તેનો ઉપયોગ મુશ્કેલ છે. આવા ખેડૂતોને પોતાના પાકનું સારું ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે સજીવ ખેતી વિષે વિચાર્યા વગર છૂટકો જ નથી.
ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા તેમજ તેમનું જીવન ધોરણ ઉન્નત કરવા તેમની મર્યાદિત જમીનમાંથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું અત્યાર ના સમયમાં જરૂરી છે. આ આકરી પરિસ્થિતિમાં જૈવિક ખાતર એક આદર્શ પ્રણાલી છે. ગુજરાત સરકાર દ્વારા પણ સજીવ ખેતી ની નીતિ જાહેર કરવામાં આવી છે.
ઘણા બધા એવા સુક્ષ્મ જીવો જમીન માં બને છે કે તે સૂક્ષ્મ જીવાણુઓ હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરે છે તથા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે અથવા સેન્દ્રિય પદાર્થને ઝડપીકહોવડાવવામાં મદદ કરે છે. આ તમામ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓની બનાવટને ‘જૈવિક ખાતર’ અથવા અંગ્રેજીમાં ‘બાયોફર્ટીલાઈઝર’ તરીકે ઓળખવામાં આવે છે.
જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર, બ્લુ ગ્રીનઆલ્ગી તથા અઝોલા પર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. હવામાંથી નાઈટ્રોજન સ્થિર કરતા અથવા ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય બનાવતી વિશિષ્ટ શકિત ધરાવતી સૂક્ષ્મ જીવાણુઓની પ્રજાતિઓને અલગ તારવી, તેની પ્રયોગશાળામાં મોટા પાયે વૃધ્ધિ કરી વેચવામાં આવે છે.આ પ્રવાહી જૈવિક ખાતર નો વપરાશ શાકભાજી,બાગાયતી ખેતી,શેરડી,કાપડ અને ઘાસચારા જેવા અનેક પાકોમાં ઉપયોગ કરી શકો છો.