દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે

Published on: 10:50 am, Thu, 15 July 21

મોટાભાગના બધા જ લોકોને શરીરની સુંદરતા ગમતી હોય છે.જેથી લોકોને વૃદ્ધ થવું ગમતું નથી.જેથી અલગ અલગ પ્રકારની સર્જરીઓ અને દવાઓ લઇને લોકો યુવાન દેખાવાની કોશિશ કરતા રહે છે.પણ આજે અમે તમને એવું જણા વશુ કે જે મહિલાઓની ઉંમર ૮૦ વર્ષ કરતાં પણ વધારે હોય પણ તે મહિલાઓને જોઇને કોઇ કહી ના શકે કે તે આટલી મોટી ઉંમરના હશે.

કાશ્મીરની ખીણમાં રહેતા એક આદિ જાતિના લોકો ની ઉંમર સરેરાશ 120 વર્ષ છે. પણ તે લોકો યુવાન દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં 60 વર્ષની મહિલાઓ પણ ગર્ભવતી બની શકે છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ આ ખીણમાં રહે છે.

અહીં અમે તમને કાશ્મીર ખીણની હંઝા જાતિની વાત કરી રહ્યા છીએ. ડૉ.જે. મિલ્ટન હોફમેને આ જનજાતિની ઉંમર અને રૂટિન પર અભ્યાસ કર્યો છે. આ અંગે તેમને એક પુસ્તક ‘સિક્રેટ્સ ઓગ ધ વર્લ્ડના હેલ્થએસ્ટ એન્ડ એડેસ્ટ લિવિંગ પીપલ’ પણ લખ્યું હતું. આ પુસ્તકમાં આ પ્રજાતિના જીવન વિશે અને તે લોકો કેટલા સમય સુધી સારા અને સ્વસ્થ રહે શકે છે તે વિશે માહિતી આપવામાં આવી છે.

આ લોકો શું ખાય છે તે જેથી આ લોકો આટલા સુંદર અને યુવાન રહે છે.
આ લોકોને ભૂખ લાગે છે, તો તેઓ અખરોટ, અંજીર અને જરદાળુ ખાય છે. તરસ લાગે તો નદીનું પાણી પીવે છે. જો ત્યાં હળવા રોગ હોય, તો પછી નજીકની ઔષધિઓ સાથે તેમની સારવાર કરવામાં આવે છે. એવું પણ જાણવામાં આવ્યું છે કે અહીંના લોકોને દવાઓમાં કંઈ ખાસ ખબર પડતી નથી.

ડોકટર રોબર્ટ મેકરિસને આ જનજાતિ પર ‘પબ્લિકેશન સ્ટડીઝ ઇન ડેફિસિની ડિસીઝ’ અને પછી ‘જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન’માં એક પત્ર બહાર પડ્યો હતો. એવું જણાવવામાં આવ્યું છે કે અહીં ના લોકો શૂન્ય કરતા ઓછા તાપમાન વાળું ઠંડા પાણીથી સ્નાન કરે છે. એવું કહેવામાં આવે છે કે તેમના રોજિંદા જીવનમાં ખોરાક ઓછો લેવો અને ચાલવું વધારે. એવું કહેવામાં આવે છે કે આ સુંદરતા અને બીમારીઓ ઓછું થવાનું રહસ્ય છે.

આ જાતિના લોકો સિકંદર ના વંશજ હોવાનું જણાવે છે. આ લોકો મોટેભાગે નિરોગી રહે છે કેમ કે ત્યાં વાહનોનો ધુમાડો નહિવત હોય છે. અને ત્યાંની આબોહવા ચોખ્ખી હોય છે. તેમાં ઓક્સિજનની માત્રા પણ વધારે હોય છે.આ લોકોની વસ્તી 85 થી 87 હજાર હોવાનું મનાય છે. આ લોકો નું નિવાસ્થાન ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તા ની પર્વતમાળા પર છે.