ભારતમાં આ મહિનામાં આવશે કોરોના ની ત્રીજી લહેર- રિસર્ચમાં થયો ખુલાશો

152
Published on: 2:24 pm, Thu, 8 July 21

અત્યારે ભારત ના મોટાભાગના રાજ્યોમાં દિવસેને દિવસે કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે હજી કોરોના ની બીજી લહેર પૂર્ણ થઈ નથી.એટલાં માટે લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું.

એક અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે કોરોના ની બીજી સૌથી વધારે કેશો મે મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં આવ્યા હતા. આ સમયે માં મોટા શહેરો જેવાંકે મુંબઈ, દિલ્હી અને કેરળ માં પરિસ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ હતી.

સૂત્રો અનુસાર જાણકારી મળી છેકે કોરોના ત્રીજી લહેર એ બીજી લહેર કરતા બમણી હશે.હાલના આંકડા મુજબ જુલાઈ ના થોડાંદિવસો માં કોરોના કેસ ની સંખ્યા ૧૦૦૦૦ થઈ જશે.અને નિષ્ણાતો ના કહેવા અનુસાર ઓગસ્ટ મહિનાથી કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે.

ભારતીય નિષ્ણાંતોનું કહેવું છે કે હાલના દિવસોમાં મૃત્યુનો દર સૌથી ઓછો આવી રહ્યો છે પરંતુ જો લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે તો ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરમાં ટોચ પર પહોંચી જશે. તેથી બધા લોકોને ભારત સરકાર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે કે કોરોના ગાઇડ લાઇન નું પાલન કરવું.

અત્યારના સમયમાં લોકોને થોડી પણ શરદી ઉધરસ કે તાવ જેવી બીમારી હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવવી અને કોરોના રસીકરણ કરાવવું ખૂબ મહત્વ પૂર્ણ છે.