IVF દ્વારા પેદા કરવામાં આવશે વાછરડા, જે એકદિવસ માં 30 લીટર દૂધ આપશે- જાણો વિગતવાર

127
Published on: 10:50 am, Thu, 15 July 21

મત્સ્ય ઉદ્યોગ, કેન્દ્ર પશુપાલન અને ડેરી પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે, ભારત દેશમાં 31 ટેકનિકલ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે જે સેન્ટર દર વર્ષે એક લાખ માદા વાછરડા નું ઉત્પાદન કરશે. આ વાછરડા એક દિવસ માં 30 લિટર જેટલું દૂધ આપશે.

કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ઉત્તર પ્રદેશના બરેલીમાં મુલાકાતે આવ્યા હતા ત્યારે પત્રકારો ની સાથે વાતચીતમાં તેણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટ હેઠળ 31 ટેકનિકલ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી દરેક સેન્ટર પર આઇવીએફ ટેકનિક થી દર વર્ષે એક લાખ વાછરડા એક સેન્ટર પર પેદા કરવામાં આવશે એટલે કે કહી શકાય કે દર વર્ષે ૩૧ લાખ વાછરડા આઈવીએફ મશીન દ્વારા ઉત્પાદન કરવામાં આવશે.

ગિરિરાજ સિંહે કહ્યું હતું કે આ સેન્ટરોમાં થી ત્રણ સેન્ટરો ઉત્તર પ્રદેશના બરેલી ,બારાબંકી અને મથુરા જિલ્લામાં બનાવવામાં આવશે.તેણે કહ્યું હતું કે આઈવીએફ ટેકનોલોજી ની મદદથી રાજ્યમાં કુત્રિમ બીજદાન દ્વારા દૂધાળા પશુઓની સંખ્યામાં ૧૭ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે યુવાનોની કૃષિ અને પશુપાલન માં રુચિ વધી છે જેનું પરિણામ દેખાઈ રહ્યું છે.અને કેટલાક વિદ્યાર્થીઓ સારા પેકેજની નોકરીઓ પાછળ જવાને બદલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી અને પશુપાલનના ક્ષેત્રમાં સારું એવું વળતર મેળવી રહ્યા છે.

તેમણે વાત કરી તે અનુસાર રોજનું એક વાછરડું 30 લીટર દૂધ આપે તો 31 લાખ વાછરડા ઓ મળીને રોજ નું 9 કરોડ અને 33 લાખ લિટર દૂધ આપે આનો અર્થ એમ થાય છે કે એક મહિનામાં 27 કરોડથી વધારે લીટર દૂધ મળી શકે છે.