જાણો ‘મા મોગલનો’ 450 વર્ષ જુનો ઈતિહાસ, શા માટે મુસ્લિમ બિરાદર રમઝાન શેઠ છે ત્યાં ખજાનચી?

373
Published on: 3:35 pm, Sun, 9 January 22

સંત અને શુરવીરોની ભૂમિ ગોહિલવાડમાં આવેલા ચકલીના માળા જેવડા ભગુડા ગામમાં શા માટે માં મોગલ બિરાજે છે? તેની પાછળ પણ એક ઈતિહાસ છે. આજે આપણે તેના વિષે જાણીશું. ભાવનગરથી 80 કિ.મી, બગદાણાથી 11 કિ.મી , હુવાથી 25 કિ.મી., અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલા ભાગુડામાં “આઈ મા મોગલ ” બેઠા છે. આ ગામમાં “મા મોગલ” હાજરાહજૂર છે. આ ધામમાં અનેક પાવનકારી ઘટનાઓ બની છે.

ચરણોની દેવી “આઈ મોગલ” દૈવી શક્તિ છે. માહિતી મુજબ , ભાગુડામાં 450 વર્ષ પહેલા નળરજાની તપોભૂમિમાં માતાજી પધાર્યા હતા. ભાગુડા ઉપરાંત મા મોગલના અન્ય ત્રણ ધામોમાં ભીમરાણા, ગોરવીયાળી અને રાણેસર છે. અહી માત્ર ગઢવી-ચારણ કે આહીર જ નહી પરંતુ તમામ જ્ઞાતિના લોકો દર્શન કરવા માટે આવે છે.

આ મંદિરમાં એક મુસ્લિમ બિરાદર રમઝાન ખજાનચી તરીકેની સેવા આપે છે. અને સાથોસાથ મંદિરના ટ્રસ્ટ પણ સંભાળે છે. વધુમાં જાણવા રમઝાન શેઠે માતાજી પોતાના કોઈ કામ માટે પ્રાર્થના કરી હતી. જે પૂર્ણ થતા તેમણે મંદિરમાં 1,000 રૂપિયા દાનમાં મુકવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાં કોઈ દાનપેટી હતી નહી. તેથી ત્યાં રહેતા આહીર સમાજના લોકો સાથે વાત કરીને તેમણે દાનમાં મુકેલા રૂપિયા 1,000 માંથી 350 રૂપિયાની દાનપેટી લીધી અને બાકીના  650 રૂપિયા તે જ દાન પેટીમાં મુક્યા. અને ફરીવખત પણ તેમણે 10,000 રૂપિયાનું દાન કર્યું. આ જોઇને ઘણા લોકોએ દાન આપવાનું વિચાર્યું અને દાનપેટીમાં દાન વધવા લાગ્યું. અને ત્યારથી જ દાનપેટી રમઝાન શેઠ જ ખોલતા હતા.

આ મંદિરનો ઈતિહાસ અદ્ભુત છે. એવું કહેવાય છે કે ચાર ધામોમાં આ ધામમાં લગભગ 450 વર્ષ પહેલા અહિયાં દુકાળ પડવાના કારણે અહિયાં રહેતો આહીર સમાજ ગીર જતો રહ્યો હતો. અહિયાં રહેતા ચારણ અને આહીર જ્ઞાતિના ઉંમર લાયક બે મહિલાઓ રહેતી હતી જે સગી બહેનો જવી જ હતી. તેમાં ચારણની વૃદ્ધાના નેહડે મા મોગલનું સ્થાપન હતું. તેમણે તેની સગી બહેન જેવી આહીર જ્ઞાતિનાં વૃદ્ધાની રક્ષા માટે આઈ મોગલને કાપડામાં આપ્યા હતા અને ત્યાંથી આહીર વૃદ્ધાએ માં મોગલની સ્થાપના ભાગુડા ગામમાં કરી હતી. ત્યારથી જ ત્યાં માતાજીની પૂજાની શરૂઆત થઇ હતી.

“મા મોગલના દર્શને આવતા લોકોને રહેવા-જમવાની સુવિધા મંદિરના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. કામળિયા સોરઠિયા આહીર જ્ઞાાતિનાં 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો એટલે કે ભેળિયો ચડે છે. આ મંદિર 24 કલાક શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવતું હોવાથી અહિયાં ખુલ્લા મેદાનમાં પાર્કિંગની પણ સારી એવી સુવિધા છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે આઈના ભક્તોની બધી મનોકામના પૂર્ણ થતી હોવાથી ત્યાં લાખો કરોડો લોકો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને મોગલ પ્રત્યે કામળિયા સોરઠિયા આહીર પરિવારોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિ છે.

એવુ કહેવાય છે કે , “મા મોગલ” નો જન્મ લગભગ 1800 થી 2000 વર્ષ પહેલાં દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલા ભીમરાણા ગામમાં થયો હતો. મા મોગલનો દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઊજવાય છે.ભાગુડામાં માનું સ્થાપત્ય ખુબ જુનું છે. જ્યાં લગભગ 23 વર્ષ પહેલા લોકોની શ્રદ્ધાના કારણે ટ્રસ્ટીઓની મહેનતથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.હાલમાં નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે.

માહિતી મુજબ, “મા મોગલ” ના શ્રદ્ધાળુઓ ન માત્ર ગુજરાતમાં જ પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ આશરે બે થી ત્રણ લાખ લોકો ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓના મતે મા મોગલ ચોર ઉપર કોપાયમાન થયા હતા અને ત્યારથી જ ભગુડા ગામમાં આજદિવસ સુધી કોઈ ઘર અને દુકાનોને તાળા મારવામાં આવતા નથી. અને ત્યારપછી ત્યાં કોઈ ચોરી થઇ નથી.આવું કહેવાય છે કે ત્યાં સાક્ષાત “મા મોગલ” હાજરાહજુર છે. એવુ કહેવાય છે કે મંગળવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા ખુબ શુબ છે. તેથી જ માના શરણે મંગળવારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…