બટાટાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર: આ ટેકનોલોજી દ્વારા પાકમાં થતા રોગોમાંથી મળશે મુક્તિ, માત્ર લેવો પડશે છોડનો ફોટો

Published on: 10:23 am, Thu, 15 July 21

ભારત દેશમાં અત્યારે ઘણી બધી નવી નવી પદ્ધતિઓ સામે આવી છે. જેનાથી ખેડૂતો નો ખર્ચો અને સમય બને બચી જાય છે. ઉપરાંત સારી ગુણવત્તાવાળો પાક પણ મળે છે.આજે અમે બટાકાના પાકમાં થયેલ ખામીને ફક્ત મોબાઈલ ફોનથી જાણી શકાય છે તે જણાવીશું.

ભારતીય ટેકનોલોજી સંસ્થા, મંડી ના સંશોધકોએ બટાકા ના પાકમાં રોગો ને શોધવા માટે શાનદાર નવીનતા લાવી છે. સંશોધકોએ આર્ટિફિકલ ઇન્ટેલિજન્સ આધારિત એક ટેકનોલોજી વિકસાવી છે.જેના દ્વારા બટાકાના છોડના પાંદડાઓનો ફોટાનો ઉપયોગ કરી રોગોને શોધી શકાશે.

કેન્દ્રીય બટાકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલાના સાથ થી કરવામાં આવેલા આ સંશોધનમાં પાંદડાઓમાં રોગ હોવાની જાણકારી મેળવવા માટે ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે.આઈઆઈટી મંડી ની સ્કૂલ ઑફ કમ્યુટિંગ એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર ડૉ. શ્રીકાંત શ્રીનિવાસની દેખરેખમાં સેન્ટ્રલ પોટેટો રિચર્સ ઈન્સ્ટિટ્યુટ શિમલાની સાથે મળી આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ટેક્નોલોજીથી રોગગ્રસ્ત ભાગના પાંદડાઓને શોધવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

પાંદડાં ના રોગ ની જાણકારી મળશેઆ ટેક્નોલોજીથી તમને ખબર પડી જશે કે તમારા પાંદડા માં કયો રોગ છે જેથી તમે તે રોગની દવા નો છંટકાવ કરીને તેનો નિકાલ કરી. સામાન્ય રીતે બટાકા ની ખેતીમાં બ્લાઈટ નામનો રોગ આવેલ હોય છે. આ રોગ ને સમય પર ન રોકવામાં આવે તો થોડા દિવસોમાં જ પાક ખરાબ થઈ જાય છે. જેની તપાસ કરવા માટે એક્સપર્ટસ અથવા કૃષિ વૈજ્ઞાનિકો ખેતરમાં જાય છે. અને ત્યાં નાની નાની તપાસ કર્યા બાદ આ રોગ શોધી શકાય છે.

આ ટેક્નોલોજીથી તમને ખબર પડી જશે કે, તમારા પાંદડા માં કયો રોગ છે જેથી તમે તે રોગની દવા નો છંટકાવ કરીને તેનો નિકાલ કરી શકો છો.આ રોગો ની જાણકારી તમે મોબાઇલ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં ફોટો પાડીને કરી શકો છો. તમારા છોડ માં કયો રોગ છે. આ રોગો ની જાણકારી તમે મોબાઇલ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં ફોટો પાડીને કરી શકો છો. તમારા છોડ માં કયો રોગ છે.

આ મોબાઇલ એપ કઈ રીતે કામ કરશે ?
ખેડૂતો એ બટાકા ના પાક પાસે જઈને ખરાબ પાંદડાં નો ફોટો લઇ ને મોબાઈલ માં એપ્લિકેશન માં નાખો.ત્યારબાદ આ એપ્લિકેશન તમને જણાવી દેશે કે તમારે કઈ દવાનો છટકાવ કરવો.

લોકોનું કહેવું છે બટાકાના પાંદડામાં થતો આ રોગ એક અઠવાડિયામાં તમામ બટાટાના પાકને નુકસાન પહોંચાડી શકે છે.તેમણે આગળ જણાવતા કહ્યું કે આ રોગોની ઓળખ પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા ખેતરોની મુલાકાત લઇને કરવામાં આવી છે. તેમણે અલગ-અલગ કેટલાય જાતના રોગો ની સારવાર કરી છે.ત્યારબાદ આ એપ્લીકેશન બનાવવામાં આવી હતી જેથી બધા જ રોગો નું નિરાકરણ મળી શકે.