ઇલેક્ટ્રીક સાયકલ માત્ર 10 પૈસાના ખર્ચ કરવાથી ચાલશે આટલા કિલોમીટર- જાણો વિગતે

Published on: 2:18 pm, Thu, 8 July 21

આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આ સમયમાં એક આધુનિક ઈલેક્ટ્રીક સાઇકલ લોન્ચ થઈ છે. આ ઈલેક્ટ્રીક સાઇકલ વિદેશમાં નહીં પણ ભારતમાં બનાવવામાં આવી છે. આ ઈલેક્ટ્રીક સાઇકલ ચલાવવા માટે તમારે કોઈપણ પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂરીયાત પડશે નહીં.

આ સાઈકલ બનાવનાર કંપનીનું નામ “નાહક મોટર્સ” છે આ બંને સાયકલો નું નામ ગરૂડા અને જીપીપી રાખવામાં આવ્યું છે. આ સાઈકલ સંપૂર્ણ રીતે મેડ ઈન ઈન્ડિયા છે આ સાયકલ જો તમે ખરીદો છો તો માત્ર 3000 રૂપિયા આપીને અત્યારે તમે બુકિંગ કરાવી શકો છો.આ સાઈકલ એક રૂપિયામાં 10 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે અને આ સાઇકલમાં એક વખત ચાર્જિંગ કર્યા પછી તે ૪૦ કિમી સુધી નું અંતર કાપી શકે છે.

આ બને સાઇકલ નું બુકિંગ ક્યાં સુધી ચાલશે ?
આ સાઇકલો નું બુકિંગ કંપની જુદા જુદા સ્ટેજમાં કરી રહી છે પરંતુ પહેલા સ્ટેજની શરૂઆત થઈ ગઈ છે અને આ પ્રથમ સ્ટેજ ૧૧મી જુલાઈ સુધી ચાલશે. જો તમે આ સાઇકલનું બુકિંગ કરાવવા માંગતા હોય તો કંપની વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો.સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે બુકિંગ થયેલી સાઇકલ ની ડિલિવરી 13 ઓગસ્ટ થી ચાલુ કરવામાં આવશે.

ઈલેક્ટ્રીક સાઇકલ ની કિંમત 32 થી 33 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ સાઇકલમાં એલસીડી ડિસ્પ્લે અને પેન્ડલ સેન્સર જેવી ટેકનોલોજી નો પણ સમાવેશ થાય છે. આ સાયકલ ને ચાર્જ કરતા અઢીથી ત્રણ કલાક સુધીનો સમય લાગે છે.