
ખેડૂતો માટે પાણીનો પ્રશ્ન એ મોટામાં મોટો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધુ પાણીની અછત રાજસ્થાનમાં જોવા મળતી હતી પરંતુ હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાય છે. આ પાણીની અછત એવા વિસ્તારોમાં સર્જાય છે જે નહેર અને નદીઓ પહોંચી શકતી નથી. છતાં વિસ્તારોમાં મબલક ખેતીવાડી કરવામાં આવે છે.
આશ્ચર્યજનક વાત કહેવાય કે પાણીની અછત વાળા શહેરો કચ્છ,બનાસકાંઠા,સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણા ખેડૂતોએ ખેતી કરીને બતાવી છે. આ ખેડૂતો પાસે પાણીની અછત હોવા છતાં કહેવાય પાણી વાળી જમીન કરતા ત્રણ ગણું વધારે પાક ઉત્પાદન કરે છે.
રાજસ્થાન માં ભલે પાણીની અછત હોય પરંતુ ગુજરાત કરતાં વધારે કૃષિ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે કેમ કે ત્યાંના ખેડૂતો હવે ઇઝરાયેલની ટેકનોલોજી અપનાવીને ખેતી કરે છે.આ ઇઝરાઇલ ની ટેકનોલોજી પ્રમાણે ગુજરાતના પણ કેટલા જિલ્લાઓ ના ખેડૂતો ખેતી કરી રહ્યા છે.
ગુજરાતમાં રણ વિસ્તાર એટલે કે કચ્છમાં ખેડૂતો પોલિહાઉસ, ટપક સિંચાઈ, સોલાર પેનલ અને તળાવના પાણીની મદદથી ખેતી ચાલુ કરી દીધી છે. હવે ટેકનોલોજીની મદદથી ઓછા પાણી એ વધારે ખેતી થઈ શકે છે. એ ત્યાંના ખેડૂતો એ સાબિત કરીને બતાવ્યું છે.
આ નવી ટેકનોલોજી હવે ધીરે ધીરે સરકારનું ધ્યાન ખેંચી રહી છે અને સરકાર પણ વિચાર કરી રહી છે કે આ ટેક્નોલોજીને લઈને એક યોજના બનાવવામાં આવે અને ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે.