Allms ના ડોકટર નીરુ સોની પરિવાર સાથે સમય વિતાવી રૂમમાં જઈને કર્યો આપઘાત

Published on: 10:53 am, Thu, 15 July 21

જોધપુર એઇમ્સમાં નોકરી કરતી મહિલા ફિઝીયોથેરાપિસ્ટે શનિવારે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો. ફરજ પરથી પરત ફર્યા બાદ તે થોડા સમય માટે પરિવારના સભ્યો સાથે બેઠી હતી. પછી તે તેના રૂમમાં ગઈ અને ગળાફાંસો ખાઈ લીધો.

ઘરમાં બાળકો બેઠા હતા તે બાળકો તેની માતાને મળવાની રાહ જોતા હતા. જ્યારે ઓરડામાં જોયું તો માતા ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી.આ જોઈને બાળકો ખુબજ રડવા લાગ્યા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમનો જીવ બચાવવા માટે પુરા પ્રયત્નો કર્યા હતા પણ તેમનું મોત થયું હતું.

એઇમ્સ પીએમઆરમાં કામ કરતી નીરુ સોની શનિવારે બપોરે ફરજ પૂર્ણ કર્યા પછી કેમ્પસમાં તેના નિવાસસ્થાને પહોંચી હતી. તે સમયે તેનો પુત્ર, પુત્રી, પતિ અને સાસુ ઘરે હતા. ઘરે પહોંચ્યા પછી નીરુ 3 મિનિટ સુધી તેના પરિવાર સાથે બેઠી હતી. ત્યાર બાદ તે તેના રૂમમાં ગઈ અને આપઘાત કર્યો હતો.

નીરુ ને આ હાલતમાં જોઇને પરિવારજનો પણ ખૂબ બુમો પાડવા લાગ્યા હતા અને પાડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.ત્યાર બાદ ડો.નિરુને તાત્કાલિક નીચે લાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક એઈમ્સની ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા હતા. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેમને બચાવી શકાયા ન હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.