પશુપાલન કરતા લોકોને ચોમાસામાં પશુ આહાર અને ખાણદાણ સંબંધિત થતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ જાણો અહિયાં

Published on: 11:17 am, Mon, 5 July 21

દુધાળ પશુઓને બારેમાસ લીલો ઘાસ ચારો તથા ખાણદાણ જરૂરી માત્ર માં મળી રહે તે આવશ્યક છે. ચોમાસા દરમ્યાન દુધાળ પશુઓને સંભાળવામાં કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે.

પડતી મુશ્કેલિઓ અને તેના નિવારણ
ઘાસચારો કાપણી અને વાઢવામાં મજુરોને ખુબજ મુશ્કેલી પડતી હોય છે. ઘાસચારો વહન કરી ગૌશાળા સુધી લાવવામાં પણ તકલીફ પડે છે.ભીનો ઘાસચારો પશુઓ ઓછા પ્રમાણમાં પસંદ કરે છે. જેની સીધી અસર રૂપે દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવામળે છે.

ભારે વરસાદને પરીણામે ઘાસચારાનો પાક આડો પડી જતા પાણી ભરાયેલ ખેતરમાં બગડી જાય છે. જે પશુઓ માટે ખાવાલાયક રહેતો નથી. તેથી ખેતરોમાં પાણીનો ભરાવો ન થાય તેની ખાસ કાળજી લેવી.

ગમાણમાં ભેજને કારણે દાણ ચોંટી રહેંતા ગમાણમાં ફુગ પેદા થાય છે. તેમજ દાણના કોઠારમાં પણ ભેજનું પ્રમાણ વધતા ફુગ જન્ય રોગોનું પ્રમાણ વધે છે.

જુવાર અને બરું જેવા ઘાસ ચારામાં શરૂઆતમાં પાંદડા સ્વરૂપે ફૂગ ખુબ થાય છે, પરંતુ સૂર્ય-પ્રકાશના અભાવે તેમાં ઝેરી એસીડનું પ્રમાણ પણ વધે છે. તેથી અપરીપકવ (વાવણીના 40 દીવસ પહેલા) જુવાર કે બરૂ ખવડાવવાથી પશુઓમાં મીણો ચડે છે તથા તે આફરો ચડતા પશુ મૃત્યુ પામે છે. જેથી જુવાર-બરૂ પરિપકવ થાય ત્યારે પશુઓં ને ખવડાવો.

ચોમાસા દરમ્યાન ચરીયાણમાં સર્પદંશની ઘટનાઓ બનવાની શકયતા વધે છે. તેથી આવા બનાવો ન બને તેવી જગ્યાએ ચરીયાણ કરાવવું જોઈએ.